6/03/2015

ઘરેણાંથી સ્ત્રી શોભે…સ્ત્રીથી ઘરેણાં શોભે-2

ઘરેણાંથી સ્ત્રી શોભે…સ્ત્રીથી ઘરેણાં શોભે-2

























 source: Different websites

7/05/2014

સોનામાં રોકાણ માટે સોનું ખરીદવું જરૂરી નથી, આ રહ્યા બીજા વિકલ્પ

સોનામાં રોકાણ માટે સોનું ખરીદવું જરૂરી નથી, આ રહ્યા બીજા વિકલ્પ


નવી દિલ્હી. સોનામાં રોકાણની પાછળ મુખ્ય બે કારણ કામ કરે છે. પહેલું એ કે મોંઘવારીની વિરૂદ્ધ હેજ કામ કરે છે અને બીજું અનિશ્ચિતતાની સ્થિતિમાં જ્યારે શેર બજાર નીચે જઇ રહ્યું છે ત્યારે તે તેજી દેખાડે છે અને પોતાના રોકાણકારોને શ્રેષ્ઠ નફો આપે છે. આથી દરેક વ્યક્તિ સોનામાં રોકાણ કરવું જરૂરી માને છે.
ભારતમાં સોનામાં રોકાણના કેટલાંય પ્રકાર હાજર છે. ઘરેણાંના રૂપમાં કે સિક્કાના રૂપમાં સોનું ખરીદવા સિવાય પણ સોનામાં બીજી રીતે પણ પૈસા લગાવી શકાય છે. આ તમામ વિકલ્પોને પોતાની ખાસિયતો અને ખૂબીઓ છે. સોનાને ફિઝિકલ ફોર્મમાં રાખવાની પોતાની સમસ્યાઓ છે. જ્યારે ગોલ્ડ ફ્યુચર્સમાં સારું એવું જોખમ છે.
આ સિવાય સોનામાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડના રૂપમાં પણ ઉપલબ્ધ છે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ ફંડ ઓફ ફંડસ. આ રોકાણકારની પોતાની સગવડતા પર નિર્ભર કરે છે કે તે તેમાંથી કયા વિકલ્પને અપનાવે છે. આવો આ વિકલ્પો પર નજર કરીએ.
સોનામાં રોકાણ માટે સોનું ખરીદવું જરૂરી નથી, આ રહ્યા બીજા વિકલ્પ
ગોલ્ડ ફ્યુચર્સ
ગોલ્ડ ફ્યુચર્સ દ્વારા સોનું ખરીદવા માટે પૂરી રકમની જરૂર પડતી નથી. માર્જીન મનીથી કામ ચાલી શકે છે. કોઇપણ સમયે સોદો બનાવી શકાય છે અને કાપી શકાય છે. લિક્વિડિટીની સમસ્યા નથી. તમે ઇચ્છો તો કેશમાં સોદો પૂરો કરી શકો અથવા તો તમે ઇચ્છો તો તેની ફિજિકલ ડિલિવરી લઇ શકે છે.
તમારી પાસે એ સુવિધા પણ હોય છે તે તમે આગળની એક્સપાયરીમાં સોદાને રોલઓવર કરી લો, પરંતુ તેનું કેટલુંક નુક્સાન પણ છે. પહેલી વાત તો એ કે ફ્યુચર્સમાં જોખમ વધુ હોય છે. આ સિવાય સોદાની એક્સપાયરી પહેલાં તમારે નિર્ણય લેવો જ પડે છે. ગોલ્ડ ફ્યુચર્સમાં ખરીદી અને વેચાણ બંને સમયે બ્રોકરેજ આપવી પડે છે.
સોનામાં રોકાણ માટે સોનું ખરીદવું જરૂરી નથી, આ રહ્યા બીજા વિકલ્પ
ગોલ્ડ ફંડ
ગોલ્ડ ફંડ ઓફ ફંડસ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા લોન્ચ કરાયેલ ફંડ છે જે આંતરરાષ્ટ્રીય ફંડ દ્વારા સોનાની માઇનિંગથી સંબંધિત કંપનીઓમાં રોકાણ કરે છે. ગોલ્ડ ફંડમાં રોકાણના કેટલાંય ફાયદા છે. આ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખેલ હોય છે, આથી તેને સાચવવાની કોઇ ચિંતા હોતી નથી. આ પ્રકારની યોજનાઓમાં રોકાણ કરવાથી રોકાણકારોના ફંડ મેનેજરનું કૌશલ અને સક્રિય ફંડ મેનેજમેન્ટનો ફાયદો મળે છે.
ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો તો ડીમેટ વગર ઓફરેટ કરવાની સુવિધા અને એસઆઇપી (સિપ)ની સુવિધા છે. સિપ દ્વારા નાની રકમથી પણ રોકાણ કરી શકાય છે. આ પ્રોડક્ટમાં કોઇ ગ્રાહક થોડાંક રૂપિયા એટલે કે 100 રૂપિયાનું પણ સોનામાં રોકાણ કરી શકે છે. ગોલ્ડ ફંડમાં સિપથી મળનાપ રિટર્ન પર કોઇ સંપત્તિ ટેક્સ લાગતો નથી. પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે. કોસ્ટ ઓફ હોલ્ડિંગની દ્રષ્ટિથી ગોલ્ડ ફંડ ઇટીએફ કરતાં થોડું મોંઘું પડે છે.
સોનામાં રોકાણ માટે સોનું ખરીદવું જરૂરી નથી, આ રહ્યા બીજા વિકલ્પ
ગોલ્ડ ઇટીએફ
ગોલ્ડ ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે સોનામાં રોકાણ કરે છે અને શેર બજારમાં લિસ્ટેડ હોય છે. એટલે કે તેના દ્વારા સોનામાં રોકાણ કરવા માટે એ જરૂરી છે કે તમારી પાસે ડીમેટ અને ટ્રેડિંગ ખાતું હોય. જોકે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું સરળ છે, પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ છે. તેના માટે તમારે બ્રોકરેજ ચાર્જ અને ફંડ મેનેજમેન્ટ ચાર્જ આપવો પડે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરનાર રોકાણકારોને ફંડ મેનેજરનું કૌશલ અને સક્રિય ફંડ મેનેજમેન્ટનો ફાયદો મળતો નથી.
SOURCE: : http://www.satyaday.com/?p=26520