5/16/2012

કામિનીઓનો કંચન-મોહ કોઈ કાળે કમ નહિ થાય

સુવર્ણ અલંકારો સદીઓથી નારીની નબળાઈ રહ્યાં છે. વિવિધ પ્રકારના સોેનાના ઘરેણાં નારીના સૌંદર્ય-શણગારમાં અભિવૃઘ્ધિ કરતાં હોવાથી ભાગ્યે જ કોઈ સ્ત્રી સ્વર્ણાલંકારોના મોહથી મુક્ત રહી શકે છે. ભારત સૈકાઓથી બેજોડ ડિઝાઈનના ઘરેણાં ઘડવા માટેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. 
આપણા દેશમાં લોકશાહીની સ્થાપના પૂર્વે અસંખ્ય રાજા-મહારાજા અને બાદશાહોએ રાજ્ય કર્યું છે. શાસનના પ્રત્યેક તબક્કામાં જે તે શાસનકર્તાની આગવી છાપ છોડે એવા આભૂષણો ઘડાતાં. આજે પણ ચોક્કસ પ્રકારની ડિઝાઈન જોઈને આપણે કહી શકીએ કે તે કયા શાસનકાળમાં ટ્રેન્ડમાં હતી.

આઘુનિક જ્વેલરી ડિઝાઈનરો પુરાણી ડિઝાઈન સાથે આઘુનિક ડિઝાઈનનું ફ્યુઝન કરીને વિવિધ ડિઝાઈનના દાગીના તૈયાર કરે છે. અલબત્ત, આજના જ્વેલરી ડિઝાઈનરો વૈશ્વિક ટ્રેન્ડથી પણ એટલાં જ પ્રભાવિત છે. આમ છતાં તેઓ પુરાણી ડિઝાઈનોનો ઉપયોગ કરવાની લાલચ રોકી શકતા નથી.


હજારો વર્ષ પહેલાં મહિલાઓ માથા પર ઝીણી ઝીણી સુવર્ણ ચેન પહેરતી. સાથે કાનમાં વાળી, વિશિષ્ટ પ્રકારના બ્રોચ અને વીંટી ધારણ કરતી. ત્યાર પછી ગાંધાર કાળમાં સ્ત્રીઓ કાનમાં સોનાની બુટ્ટી, બાજુબંધ, હાંસડી જેવા આભૂષણો પહેરતી. તે વખતમાં હાંસડીમાં પશુ-પક્ષીઓની ડિઝાઈન બનાવવાનો ટ્રેન્ડ હતો.

સંગા કાળમાં અલંકારોની ડિઝાઈનમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું હતું. આ સમય દરમિયાન માત્ર પીળી ધાતુના ઘરેણાં ઘડવાને બદલે તેમાં રત્નો જડવાનો આરંભ થયો હતો. રત્ન-માણેક જડેલા દાગીના બનાવવાની શરૂઆત મદુરાઈમાં થઈ હતી. તે સમયમાં ગોળ ડીશ જેવી બુટ્ટી પહેરવાનો ટ્રેન્ડ હતો. આ પ્રકારની ઈયરરીંગને ‘કર્ણફૂલ’ કે ‘કર્ણિકા’ કહેવામાં આવતી.

આ સમય દરમિયાન જ રત્નજડિત હાર બનાવવાનો આરંભ થયો હતો. લાંબા અને ટૂંકા એમ બે પ્રકારના હારમાંના ટૂંકા હારને ‘કંઠ’ અને લાંબા હારને ‘લંબંમ’ તરીકે ઓળખવામાં આવતા. કિંમતી રત્નજડિત બાજુબંધ, સોનાના ગોળ-ચોરસ મણકામાંથી બનાવેલા બ્રેસલેટ અને ‘મેખલા’ના નામે ઓળખાતો કમર પટ્ટો નારીના શણગારમાં ઉપયોગમાં લેવાતાં મુખ્ય ઘરેણાં હતાં.


આજે જે આભૂષણો  બનાવવામાં આવે છે તેની ડિઝાઈનમાં મોગલ કાળની છાપ સ્પષ્ટ વર્તાય છે. મોગલ કાળના કારીગરો ઘરેણાંમાં નિતનવી ડિઝાઈન ઘડવામાં નિપુણ હતાં. કુંદનના દાગીના આ કારીગરો દ્વારા બનાવવામાં આવેલી અનુપમ ભેટ છે.

અલંકારોમાં ફૂલ-પાનની ડિઝાઈન રચવામાં  તેમનો જોટો જડે તેમ નહોતો. આજના જ્વેલરી ડિઝાઈનરો પણ તેમને અનુસરવામાં ગર્વ અનુભવે છે. પણ અફસોસની વાત એ છે કે આમાંના બહુ ઓછા સોનારા ઉપખંડમાં રહ્યાં. ૧૮મી સદીમાં આ કારીગરોમાંથી ઘણાંને ઈરાન લઈ જવામાં આવ્યાં. જ્યારે બાકી રહેલા કારીગરોમાંથી કેટલાંકને ૧૯મી સદીમાં બ્રિટન લઈ જવામાં આવ્યાં.


દરમિયાન ભારતમાં અલંકારો બનાવવાનું કામ અવિરત જારી રહ્યું હતું. ઓગણીસમી સદીમાં આભૂષણોની  ડિઝાઈનમાં પરિવર્તન આવ્યું હતું. મોટા અને ભારે અલંકારોનું સ્થાન નાજુક અને હળવાં દાગીનાએ લીઘું હતું. ૧૯૪૦માં ફૂલ-પાન અને ઝીણી દોરી જેવી ચેનની ફેશન હતી. જ્યારે ૧૯૫૦-૬૦ દરમિયાન ફરી પરંપરાગત ડિઝાઈનના દાગીના પર પસંદગી ઉતારવામાં આવી હતી. ૧૯૫૦માં ફેશન જગતમાં સોનાના આભૂષણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સઘળી ફેશન સુવર્ણ અલંકારોની આસપાસ ફરતી હતી એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય.

જ્યારે ૧૯૬૦ થી ૧૯૭૦નું દશક ૧૯૫૦ કરતાં તદ્ન વેગળું જોવા મળ્યું હતું. આ દાયકામાં ફૂલોની ડિઝાઈનવાળા ઘરેણાં અને વિવિધ પ્રકારના હારનો ટ્રેન્ડ રહ્યો હતો. આ ઉપરાંત મોટા પેન્ડન્ટ, ચળકતી બંગડીઓ, કાનમાં મોટા લટકણીયા જેવા આભૂષણો માનુનીઓની પ્રથમ પસંદ બન્યા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે તે વખતે ઉડીને આંખે વળગે એટલા મોટા અલંકારો પહેરવાની ફેશન હતી. ભારતમાં સોેનાના અલંકારોે ધારણ કરવાની પરંપરા છેલ્લા પાંચેક હજાર વર્ષથી વણથંભી ચાલી  આવે છે. ઘરેણાં ઘડવામાં આ કિંમતી પીળી ધાતુનો ઉપયોગ શરૂ થયો તેનાથી પહેલા હિન્દુસ્તાનની સ્ત્રીઓ ફૂલમાંથી બનાવેલા દાગીના પહેરતી. સ્વર્ણાલંકારોમાં જોવા મળતી ફૂલ-પાનની ડિઝાઈનની પ્રેરણા તેમાંથી જ લેવામાં આવી હતી.


દાગીના પર પસંદગી ઉતારવામાં આવી હતી. ૧૯૫૦માં ફેશન જગતમાં સોનાના આભૂષણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સઘળી ફેશન સુવર્ણ અલંકારોની આસપાસ ફરતી હતી એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. જ્યારે ૧૯૬૦ થી ૧૯૭૦નું દશક ૧૯૫૦ કરતાં તદ્ન વેગળું જોવા મળ્યું હતું. આ દાયકામાં ફૂલોની ડિઝાઈનવાળા ઘરેણાં અને વિવિધ પ્રકારના હારનો ટ્રેન્ડ રહ્યો હતો.

આ ઉપરાંત મોટા પેન્ડન્ટ, ચળકતી બંગડીઓ, કાનમાં મોટા લટકણીયા જેવા આભૂષણો માનુનીઓની પ્રથમ પસંદ બન્યા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે તે વખતે ઉડીને આંખે વળગે એટલા મોટા અલંકારો પહેરવાની ફેશન હતી. ભારતમાં સોનાના અલંકારો ધારણ કરવાની પરંપરા છેલ્લા પાંચેક હજાર વર્ષથી વણથંભી ચાલી  આવે છે. ઘરેણાં ઘડવામાં આ કિંમતી પીળી ધાતુનો ઉપયોગ શરૂ થયો તેનાથી પહેલા હિન્દુસ્તાનની સ્ત્રીઓ ફૂલમાંથી બનાવેલા દાગીના પહેરતી. સ્વર્ણાલંકારોમાં જોવા મળતી ફૂલ-પાનની ડિઝાઈનની પ્રેરણા તેમાંથી જ લેવામાં આવી હતી.


10-JEWELLERY-2470.gifઆજની તારીખમાં સોનાના આભૂષણો ખરીદવા-પહેરવાની પરંપરામાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. એવું નથી કે આજે સુવર્ણ અલંકારો નથી પહેરાતા, કે તેની ચમક ઓછી થઈ ગઈ છે. પરંતુ એક સમયમાં સોનાના દાગીના ટ્રેન્ડ સેટર ગણાતા, આજે આ વાત ભૂતકાળ બની ગઈ છે. આઘુનિક જ્વેલરી ડિઝાઈનરો માત્ર પીળી ધાતુના આભૂષણો નથી બનાવતા. આજે આપણને ‘વાઈટ ગોલ્ડ’, ‘રેડ ગોલ્ડ’ જેવી વિવિધતા જોવા મળે છે.

છેલ્લા પચાસેક વર્ષ દરમિયાન સોનાના ઘરેણાંની ડિઝાઈન પર વૈશ્વિક ફેશનની છાપ સ્પષ્ટ દેખાઈ આવી છે. આ આભૂષણોમાં કેટલીક ડિઝાઈનો એકદમ નવી, અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી છે. લાંબા સમય સુધી આ ટ્રેન્ડ ચાલ્યા પછી ફેશનનું ચક્ર ફરી પાછું ફરી ગયેલું જણાય છે. છેલ્લા થોડા સમયથી ઘરેણાંની ડિઝાઈનમાં ફરી પાછો પરંપરાગત સ્પર્શ જોવા મળી રહ્યો છે. અગાઉ ભારતમાં બાવીસ કેરેટ સોનાના દાગીનાનું ચલણ હતું. પરંપરાગત ડિઝાઈનમાં આજે પણ બાવીસ કેરેટ સોનાના દાગીના બનાવવાનો ટ્રેન્ડ જારી છે. સાથે સાથે હીરાના ઘરેણાંની આઘુનિક ફેશનને કારણે અઢાર કેરેટ સોનાની માગ પણ વધી છે. હીરાનાં ઘરેણાં અઢાર કેરેટ સોનામાં ઘડવામાં આવતા હોવાથી અઢાર કેરેટ સોનાની માગ વધી હોવા છતાં દીકરીને લગ્નમાં આપવા માટે પીળુ સોનુ  જ ખરીદવામાં આવે છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે ભારતીય માનુનીઓની ત્વચા પર વાઈટ ગોલ્ડ કે પ્લેટીનમ કરતાં પીળુ સોનું વઘુ શોભે છે. વળી સોનામાં મઢવામાં આવેલા હીરાના આભૂષણોનો ઉઠાવ વઘુ સારો આવે છે. આમ છતાં વૈશ્વિક ચલણને જોતા વાઈટ ગોલ્ડની ઘેલછા ખાળવી મુશ્કેલ છે.
સોનુ સદીઓથી માનવ જાતિને લલચાવતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ સુવર્ણ પ્રત્યેનો મનુષ્ય જાતિનો મોહ ક્યારેય ઓછો થવાનો નથી. ઘરેણાંની ડિઝાઈનમાં નિરંતર ફેરફાર આવતાં રહ્યાં છે. સમયાંતરે ચોક્કસ પ્રકારની ડિઝાઈનો ચલણમાં રહી છે એ વાત નકારી શકાય તેમ નથી. આમ છતાં આજે હીરાની ફેશને પણ જોર પકડ્યું હોવાથી અઢાર કેરેટ સોનાની માગ વધી છે.

સાથે સાથે મહાનગરોમાં રહેતી નોકરીયાત માનુનીઓ ચૌદ કેરેટ સોનાનો વિકલ્પ અપનાવી રહી છે. ઉત્તરોત્તર વધતા જતા સુવર્ણના દામ હમેશાં આ સ્ત્રીઓ માટે સોનાની ખરીદી મુશ્કેલ બનાવી રહ્યાં છે. વળી તેઓ સ્વર્ણાલંકારો પહેરવાની લાલચ પણ રોકી શકતી નથી. આવી સ્થિતિમાં ચૌદ કેરેટ  સોનામાં મઢેલા હીરાના ઘરેણાં તેમને માટે અચ્છો વિકલ્પ પુરવાર થઈ રહ્યાં છે. છેવટે  સો વાતની એક વાત એ છે કે સ્વર્ણ પ્રત્યેનો ભારતીયોનો પ્રેમ-મોહ-લાલસા એટલા પુરાણા છે કે તે ક્યારેય નષ્ટ થવાના નથી.

SOURCE: http://www.gujaratsamachar.com/beta/content/view/57969/292/
 

5/09/2012

દ્વારકાધિશના ચરણોમાં ધર્યા ૧૦૮ તોલા સોનાના દાગીના

દ્વારકા તા.૧૭
જામનગર જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે સવારે અમદાવાદના એક મહિલાએ દ્વારકાધીશના ચરણોમાં આશરે રૂ.૩૦ લાખની કિંમતના ૧૦૮ તોલા સોનાના દાગીના અર્પણ કર્યા હતા. પવિત્ર યાત્રાધામ દ્વારકાનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે.
  • અમદાવાદના એક ભાવિકે કાળિયા ઠાકર પ્રત્યે અતૂટ શ્રધ્ધા વ્યકત કરી
દ્વારકા ખાતે ભારત સહિત વિદેશમાંથી પણ ભાવિકો શિશ ઝુકાવવા માટે આવે છે અને પોતાની માનતા આસ્થાભેર પૂર્ણ કરે છે. ત્યારે દ્વારકાધિશના પરમભકત અને અમદાવાદમાં ઓઈલમીલના ધંધા સાથે સંકળાયેલા પટેલ પરિવારના મુખ્ય દાતા ભુમિકાબેન પટેલ દ્વારા આજે ભગવાન દ્વારકાધિશને ૧૦૮ તોલા સોનુ અને ચાંદીના કિંમતી આભુષણો અર્પણ કરવામાં આવ્યા હતા. ભૂમિકાબેનની સાથે ઘનશ્યામભાઈ અને પ્રમોદભાઈ પટેલ સાથે રહ્યા હતા. તેઓએ દ્વારકા ખાતેના પોતાના ગોર વિમલભાઈ ગોર મારફત જગતમંદિરમાં દાગીના ચડાવ્યા હતા. આ દાગીનાઓમાં સોનાનો મોર મુગટ, સોનાના બે બાજુબંધ, સોનાનો એક હાર, સોનાના કુંડલ સેટ, સોનાની વીટી તથા ચાંદીના પાદુકાનો સમાવેશ થાય છે. અમદાવાદના મહિલાએ આજે કાળીયાઠાકુરના ચરણોમાં સોનાના દાગીના ધરી કાળીયા ઠાકુર પ્રત્યેની અતુટ શ્રધ્ધા અને સમર્પણભાવનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

SOURCE: http://www.oursurat.com/news/redirect/દ્વારકાધિશના-ચરણોમાં-ધર્યા-૧૦૮-તોલા-સોનાના-દાગીના/1004367

સુવર્ણ : સોનું gujarati defenition of the word gold in bhagwadgomandal gujarati kosh

સુવર્ણ: (સોનું)
એક જાતનું ધાતુનું મૂળ તત્ત્વ; સુનું; પીળા રંગની એક કીંમતી ધાતુ. જૂના વખતમાં કિમિયાગરો અને લોકો આ ધાતુને ઓળખતા અને બહુ જ કીમતી માનતા. તે લોકો આ ધાતુને સૂર્ય સાથે સરખાવતા અને પારસમણિની મદદથી હલકી ધાતુઓને સોનામાં ફેરરવાનો પ્રયાસ કરતાં. સોનું ઘણું કરીને ચાંદી અને તાંબા સાથે મિશ્રણ થયેલું મળી આવે છે. પાસાદાર ખડક અને લાવાના રસવાળી જમીનમાંથી તે મળી આવે છે. કોટર્ઝના ૭૦,૦૦૦ ભાગમાં એક ભાગનું સોનું હોય છે. લાવાની માટીમાં પંદર લાખ ભાગમાં એક ભાગ સોનું હોય છે. તેની લગડીઓ પણ બની શકે. ટ્રાન્સવાલ, ઓસ્ટ્રેલિઅ, રશિઅ, ઉત્તર અમેરિક, મેક્સિક, અને ક્લોન્ડિકમાંથી સોનું નીકળે છે. આ કીમતી ધાતુ મ્હૈસુરમાં આવેલી કોલરની સોનાની ખાણોમાંથી મળે છે. અહીં સોનાની ખાણોમાં આઠ કંપનીઓ કામ કરે છે. બધી ખાણોમાં મળી ૨૫-૩૦ હજારથી પણ વધારે માણસો કામ કરે છે. વીજળીથી જમીન ખોતરાય છે; ઊંડા ઊંડા બુગદા કરવામાં આવે છે અને વીજળીથી સોનાના પથ્થરો ભરેલી લોખંડી મોટી બાલદીઓ ઉપર ખેંચાય છે. પછી યંત્રથી તેનો ભૂકો બનાવી તે ભૂકો ભઠ્ઠીમાં મૂકી રસ થાય ત્યાં સુધી ગરમ કરવો પડે છે અને તેમાંથી બહુ કુશળતાથી સોનું અલગ કરવું પડે છે. સોનું તૈયાર કરવામાં ઘણી મહેનત અને ખરચ પણ ઘણો થાય છે; તેથી સોનું ઘણું મોઘું હોય છે. સોનું એ ઓસ્ટ્રેલિઅનું એક મહત્વનું ઉત્પાદન છે. દક્ષિણ ભાગમાં મેલબોર્ન નજીક બેલારેટ ખાતે ૧૮૫૧માં પ્રથમ સોનું હાથ આવ્યું. આ બાતમી મળતાં જ હજારો સાહસિક માણસો સોનાની આશાથી ઓસ્ટ્રેલિઅ દોડી આવ્યા. એને લીધે ઓસ્ટ્રેલિઅની વસ્તી આઠ વર્ષમાં તો બમણી થઇ ગઇ. બેલારેટ ગામ નજીક સોનાની ખાણો હોવાથી તેની નજીકનું મેલબોર્ન ગામ જોતજોતામાં મોટું શહેર બની ગયું. બેલારેટની ખાણ ખોદતાં ખોદતાં આજે અર્ધો માઇલ ઊંડી લઇ જવામાં આવી છે. આટલે ઊંડે પણ ખાણની અંદર રસ્તાનું જાળું પાથર્યું છે. ત્યાં રાતદિવસ વીજળીના દીવા અને પંખા ચાલે છે અને ટ્રામગાડી ફરે છે. બેલારેટ પછી પશ્ચિમ રણ પ્રદેશમાં કુલગાર્ડી અને કાલગુર્લી નામનાં સ્થળોએ બહુ મોટી સોનાની ખાણો મળી છે. આ ખાણમાં હજારો મજૂરો કામ કરે છે. તેમને માટે સેંકડો માઇલ દૂરથી પાણીના નળ આણેલા છે અને તે ઉજ્જડ રણમાં આગગાડી પણ લાવવામાં આવી છે. આ ખાણોની આસપાસ બે સુંદર શહેરો પણ વસેલાં છે. નાના જથ્થામાં સોનું ઘણી જગ્યાએથી મળી આવે છે. સમુદ્રના પાણીમાંથી પણ સોનું કાઢવામાં આવે છે. લાવાની માટીને હાથેથી અથવા યંત્રથી ધોવામાં આવે છે. અને સોનું મેળવવામાં આવે છે. તેમાંથી સોનું ધોવાઇ ન જાય તે માટે પારો સાથે મિશ્રણ કરવામાં આવે છે. ચિરોડીમાંથી સોનું મેળવવા માટે તેનો ભૂકો કરનારા યંત્રમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે તેનો ભૂકો કરવામાં આવે છે. ત્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેને તાંબાના પતરાં ઉપરથી પસાર કરવામાં આવે છે; પણ જે સોનું મેળવવામાં આવે છે તેમાં પારો મિશ્રિત હોય છે. તે પારાને જુદો પાડવામાં આવે છે. શુદ્ધ સોનું પ્રકાશિત, પીળું અને એક સરખું હોય છે. તેની ઘનતા ૧૯.૪ છે. સોનું નરમ અને ઘડી શકાય તેવું અને તેનાં તાર બનાવી શકાય તેવું હોય છે. એક ઔંસ સોનામાંથી ૧/૨૮૦૦૦ ઇંચ જાડાઇનું ૧૮૯ ચો. ફૂટ પતરું બનાવી શકાય છે. એક ગ્રેન સોનામાંથી બે માઇલ લાંબા રૂપાના તારને ઓપ ચડાવી શકાય છે. એક ગ્રેન સોનામાંની ૩,૨૪૦ મીટર લાંબો ઝીણો તાર બનાવી શકાય છે. સોનાનાં પતરાં પ્રકાશને લીધે લીલાં દેખાય છે. છબીઓની છાપણી માટે સુવર્ણકાચ જે લાલ હોય છે, તે જાંબુડીઓ રંગ આપે છે. કોલોઇડલ સોનું પાણીમાં આસમાની દેખાય છે. સોનું હંમેશના વપરાશ માટે બહુ નરમ વસ્તુ છે. તેથી તેમાં ચાંદી અથવા તાંબું મેળવવામાં આવે છે. ૨૪ કેરેટ સોનું શુદ્ધ હોય છે એટલે કે તેમાં ૨૨ ભાગ સોનું અને ૨ ભાગ તાંબું હોય છે. ૧૮, ૧૫, ૧૨, ૯ કેરેટના સિક્કાઓ પણ હોય છે. ઇ. સ. ૧૯૦૮માં સોનાની ઊપજ ૨,૧૦,૦૦,૦૦૦ ઔંસ હતી. તેમાંથી ૬૦ ટકા ફક્ત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મળી આવ્યુ હતું. સોનું દેશી ઔષધમાં એક ઉત્તમ ઔષધ ગણાય છે. ઔષધમાં સોનાનો વરખ તથા તેની ભસ્મ વપરાય છે. સોનાને તપાવી કાંજીમાં, તેલમાં, કળથીના કવાથમાં, ગૌમુત્રમાં અને છાશમાં ઠંડુ કરી શુદ્ધ પાણીથી ધોઇ નાખવાથી સોનું શુદ્ધ થાય છે. સોનામાંથી સુવર્ણ ભસ્મ, સુવર્ણ માલિની વસંત, સુવર્ણ પર્પટી, રાજમૃગાંક, હિરણ્યગર્ભ પોટલી અને પૂર્ણચંદ્રોદય નામની દવાઓ બને છે. ગુણે તે પૌષ્ટિક અને શોધક છે. સોનું પુષ્ટિ માટે બહુ વપરાય છે. ક્ષયની અંદર તેમ જ જીર્ણ ઉધરસ, શ્વાસ, દમ તથા છાતીનાં દરદોમાં થયેલી કમકૌવતીને માટે તે ઘણું સારું છે. મગજની વ્યાધિ, અપસ્માર, મગજની કમકૌવતી, મગજનું ભારે રહેવું, નપુંસકપણું, વીર્યસ્ત્રાવ, કમરનો દુખાવો, પગની કળતર, વીર્યનું મૂત્ર માર્ગની અંદર ઝરવું વગેરે દરદો ઉપર સોનું ઘણું જ ઉપયોગી છે. વિશ્વની વિચિત્રતાઓમાં લખ્યું છે કે, જો દરિયાના પાણીમાંથી સોનું ખેંચી લેવાની સોંઘી રીત સફળ થાય તો એક ઘન-માઇલ દરિયાના પાણીમાંથી લગભગ પચાસ પાઉંડની કીંમતનું સોનું મળે. અમરકોષમાં સ્વર્ણ, સુવર્ણ, કનક, હિરણ્ય, હેમ, હાટક, તપનીય, શાતકુંભ, ગાંગેય, ભર્ગ, કર્બુર, ચામીકર, જાતરૂપ, મહારજત, કાંચન, રુકમ, કાર્તસ્વર, જામ્બૂનદ, અષ્ટાપદ એ ઓગણીશ નામના સોનાનાં છે.
visit for any gujarati word definition and search
http://bhagwadgomandal.com/index.php

more

૧. ફકીરિયું સોનું = (૧) ઠગારી બાબત. (૨) સત્ત્વહીન છતાં લલચાવનારી વસ્તુ.
૨. સો ટચનું સોનું = તદ્દન શુદ્ધ; નિર્મળ.
૩. સોના કરતાં ઘડામણ મોંઘું = મૂળ વસ્તુ કરતાં તે અંગેનો બીજો ખર્ચ વધી જવો.
૪. સોનાનાં નળિયાં કરવાં = પુષ્કળ પૈસાની પ્રાપ્તિ કરવી; ખૂબ કમાવું; બહુ ધનવાન થવું.
૫. સોનાથી ગારથી લીંપવું = ઘણું જ શુશોભિત કરવું.
૬. સોનાની જાળ પાણીમાં નાખવી = કીર્તિની ધૂળધાણી કરી નાખવી.

૭. સોનાની તક-પળ = ફરી ફરી ન આવે તેવી સારી તક; અમૂલ્ય અવસર.
૮. સોનાની થાળીમાં લોઢાની મેખ = એક નાનકડી વસ્તુથી બધું વણસી જવું.
૯. સોનાની લંકા લૂંટાવી = ઘણી કીમતી વસ્તુનું ગૂમ થવું કે લૂંટાવું.
૧૦. સોનાને ઘૂઘરે રમવું- સોનાને પારણે ઝૂલવું = ગર્ભ શ્રીમંતાઇમાં ઊછરવું.
૧૧. સોનાને શ્યામ લાગતી નથી = સાચને આંચ નથી.
૧૨. સોનાનો કોળીયો = મોંઘો ખોરાક.
૧૩. સોનાનો વરસાદ વરસવો = પુષ્કળ કમાણી થવી.
૧૪. સોનાનો સૂરજ ઊગવો = ખૂબ ખૂબ આબાદીનો સમય આવવો.
૧૫. સોનું જોવું કસી અને માણસ જોવું ઘસી = કસોટી કર્યાં વગર સારું માની લેવું નહિ.
૧૬. સોનું દેખી મુનિવર ચળે = માયાથી મહાપુરુષોનાં મન પણ ચલિત થાય છે.
૧૭. સોનેથી દાંત ઘસવા = (૧), ધનની મોજ માણવી. (૨) ધનાઢ્ય હોવું.

gold : સુવર્ણ

Translation from Modern Gujarati online dictionary for the word Gold:

Close Match
gold : સુવર્ણ
gold bond : સુવર્ણ બૉંડ
gold pool : સુવર્ણ સંચય
gold paper : સોનેરી કાગળ
gold point : સુવર્ણ બિંદુ
gold reserve : સુવર્ણ અનામત
gold certificate : સુવર્ણ ખત
gold parity : સોનેરી સમતુલ્યતા
gold bloc : સુવર્ણ ચલણ ધરાવતું જૂથ
gold coin : સોનાનો સિક્ક્ો–સુવર્ણમુદ્રા
gold coin standard : સુવર્ણ મુદ્રા ધોરણ
gold backing : નાણા પછવાડે સોનાની અનામતનો ટેકો
gold pressing : પ્રેસદ્વારા સોનું ચડાવવું–જડવું
gold : સુવર્ણ , સોનું , સોનાના નાણાં –સિક્કા , સંપત્તિ , ધન , સોનેરી રંગ
Related
cold gold : સોનેરી કાર્બન
chain of gold : સોનાનો અછોડો
backing of gold : સોનું સતાડવું તે .
mint price of gold : સોનાની ટંકશાળ કિંમત
commodity gold : વેપારી વસ્તુ તરીકે સુવર્ણ

(SOURCE:http://www.dictionary.tamilcube.com.sg/gujarati-dictionary.aspx?term=Gold)

સોના ના આભૂષણોની ખરીદીમાં કેરળ સૌથી મોખરાનું સ્થાન

કેરળ બે બાબતો માટે જાણીતું  છે. શરાબના વપરાશ અને સોનાની ખરીદીમાં. શરાબના સેવનનો શ્રેય સંપૂર્ણપણે પુરુષોને જાય છે જ્યારે સોનાની ખરીદીનો શ્રેય મહિલાઓને આપવો પડે. એ વાત યાદ રાખવાની જરૂર છે કે અત્યારે સોનાની કિંમતો વિક્રમજનક સપાટી પર છે. 
આ પ્રવાહમાં દક્ષિણ ભારત અને વિશેષ કેરળની ભૂમિકા મહત્ત્વની છે. ભારતમાં સોનાના ખપતના ૫૦ ટકા ખપત તો કેરળ અને તમિળનાડુમાં જ થઇ જાય છે. તેમાંથી પણ ૩૦ ટકા ખપત તો એકલા કેરળમાં થાય છે. સત્તાવાર સૂત્રો અનુસાર કેરળમાં સોનાની દુકાનો સૌથી વધુ સંખ્યામાં છે. રાજ્યમાં સોનીઓનું શક્તિશાળી સંગઠન કાર્યરત હતું પરંતુ છેલ્લા બે વર્ષથી તે નિષિ્ક્રય બની રહ્યું છે અને કેરળ સ્ટેટ ગોલ્ડ મર્ચન્ટ એસોસિએશનને પુનર્જિવિત કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. વડક્ક્ન ગોલ્ડ એક્સ્પોટર્સના રફી વડક્કન કહે છે,‘‘કેરળના થ્રિસુર જિલ્લામાં સૌથી વધુ સોનીની દુકાનો અને કારીગરો છે. પરંતુ સમગ્ર દેશમાં સોના પર એક ટકો વેટ લેવામાં આવે છે ત્યારે કેરળમાં સરકાર ૪ ટકા વેટ વસૂલી રહી છે. વિશ્વવ્યાપી છૂટક ઘરેણાની વેચાણની કંપની જોયાલુક્કાસના ચેરમેન જોય એલુક્કાસે ધ સન્ડે ઇન્ડિયનને જણાવ્યું હતું,‘‘ સોના પર ચાર ટકાનો વેટ વસૂલીને રાજ્ય સરકાર રાજ્યના સોનીઓ સાથે અન્યાય અને છેતરપિંડી કરી રહી છે અને વેપારીઓને આ ક્ષેત્રમાં અનૈતિક કામો કરવાની ફરજ પાડી રહી છે. જો વેટનો દર દેશના દર પ્રમાણે કરવામાં આવે તો રાજ્ય સરકારને કાયદેસરના વેપાર દ્વારા વેટની વધુ આવક થઇ રહેશે.’’ રાજ્યમાં યોગ્ય બિલિંગ પ્રક્રિયા વિના જ મોટા પ્રમાણમાં સોનાનો વેપાર થઇ રહ્યો છે. તેનો અર્થ એ કે સત્તાવાર આંકડાઓ કરતાં સોનાનું વાસ્તવિક વેચાણ ઘણું વધારે હશે.
દેશના સૌથી નાના રાજ્યો પૈકીનું એક હોવા છતાં શા માટે કેરળમાં સોના પ્રત્યે આટલું બધું આકર્ષણ જોવા મળે છે? જાતિ અને ધર્મના ભેદભાવ વિના રાજ્યમાં મહિલાઓ માટે સોનાના ઘરેણાં ખરીદવાની પરંપરા આ માટેના કારણો પૈકીનું એક છે. બીજું એ કે સોનું સૌથી સુરક્ષિત રોકાણ ગણાય છે. કેરળના લોકો વીમા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડને સ્થાને સોનામાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં અચાનક મંદી આવી જવાથી સોનાની ખરીદીમાં ધસારો વધી ગયો હતો. નવી પેઢીની બેંકો દ્વારા થતા સોનાની લગડીઓના વેચાણને ગ્રાહકોના જોરદાર પ્રતિસાદના કારણે તેઓ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. દહેજના દુષણ પર કાયદાકીય પ્રતિબંધ છે પરંતુ કેરળમાં દહેજનું પ્રચલન વ્યાપક છે. આર્થિક સદ્ધરતા ધરાવતા માતા પિતા લગ્નમાં તેમની દિકરીઓને ૧૦૧ તોલા સોનું દહેજમાં આપતા હોય છે.
SOURCE: http://www.thesundayindian.com/gu/story/સોનાન�«-લાલચને-કોઇ-સ��મા-નથ�«/25/299/

સોનું ભારતને ડૂબાડશે!, ચોંકાવનારો ખુલાસો થયો

સોનાના પ્રતિ ભારતીયોનો પ્રેમ જોઇને ઉદ્યોગ અને વાણિજય સંગઠન એસોચેમે ચિંતા વ્યક્ત કરી છે. એક ચોંકવાનારા રિપોર્ટમાં એસોચેમે ખુલાસો કર્યો છે કે સોનાની પ્રતિ વધતા પ્રેમના લીધે ભારતને ઘણી આર્થિક નુક્સાની સહન કરવી પડી રહી છે. જો
આમને આમ ચાલતું રહ્યું તો નુક્સાની ઘણી વધી શકે છે. આર્થિક પ્રગતિની ઝડપ ઢીલી પડતા અને ઊંચી કિંમતો છતાંય સોનાને લઇને ભારતીયોનો પ્રેમ ઓછો થઇ રહ્યો નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં સોનાની આયાત સરેરાશ 26.8 ટકાના દરથી વધી છે.

ઉદ્યોગ અને વાણિજય સંગઠન એસોચેમે સોનાની આયાત પર કેન્દ્રિત એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 2010-11માં વધીને 9.6 ટકા થઇ ગયો જ્યારે 2001-02માં તે 8.1 ટકા પર હતો.

ખાસ કરીને 2008ની સાલથી સોનાની આયાતમાં ખાસ તેજી જોવા મળી રહી છે. 2008-09માં સોનાની આયાત 23 ટકા વધી હતી, જ્યારે 2009-10માં તે 38.1 ટકાના દરથી વધી હતી. ગયા નાણાંકીય વર્ષમાં સોનાનો આયાત વૃદ્ધિ દર 18.3 ટકા રહ્યો. આમ આ રીતે વૈશ્વિક આર્થિક મંદી માથું ઊંચકતા સોનાની આયાતમાં સરેરાશ 26.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

એસોચેમનું કહેવું છે કે ભારતીયોના દિલમાં હજુ પણ સોનાને લઇને જૂનો પ્રેમ યથાવત છે, પરંતુ સોનું ઉત્પાદક સંપત્તિ ન હોવાના લીધે અર્થતંત્રને આગળ વધારવામાં તેનાથી કોઇ મદદ મળી રહી નથી. આ સિવાય સોનાની આયાત પર ક્રૂડતેલની આયાત બાદ સૌથી વધુ વિદેશી મુદ્રા પણ ખર્ચ થઇ રહી છે.

સ્થિતિ એ છે કે દુનિયામાં સોનાની એક તૃત્યાંશ માંગ ભારતમાંથી પેદા થઇ છે. વૈશ્વિક સ્તર પર સોનાની ખરીદીના મામલામાં ભારત ચીનથી પણ આગળ છે અને પોતાની વિદેશી મુદ્રાનો બહુ મોટો હિસ્સો તેના પર ખર્ચ કરી દે છે. પરંતુ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ચીનના વિશાળ વિદેશી મુદ્રા ભંડારનો અંદાજે 8.81 ટકા જ છે.

એસોચેમના આર્થિક નજરથી અનુત્પાદક સોનાની માંગને ઓછી કરવા માટે સરકાર પાસેથી આકર્ષક નાણાંકીય વિકલ્પ એકત્ર કરવાનો અનુરોધ કર્યો છે. દેશના અંદાજે 21 ટકા ગ્રામીણ વસતીની જ બેન્કો સુધી સીધી પહોંચવાથી લોકો સોનાનો નાણાંકીય વિકલ્પોનો ફાયદો ઉઠાવી શક્તા નથી. આ અંગે સરકારે જાગૃતતા અભિયાન પણ ચલાવવું જોઇએ.

SOURCE: http://www.wealthbuilder.co.in/index.php?option=com_content&view=article&id=12327:2012-03-02-07-05-26&catid=55:2010-11-26-06-59-32&Itemid=82

સોનુ આજે એક ભંડોળ તરીકે

સ્વિસ ફ્રેંક (સ્વિસ ફ્રૅંક) 1936 થી માંડીને 2000, કે જ્યાં સુધી તેને સોનામાં પરિવર્તનશીલતાનો[૫૨] અંત આણ્યો ત્યાં સુધી, 40 % કાયદાકીય સુવર્ણ ભંડોળ આવશ્યકતા પર આધારિત હતું. જોકે, ઘણા દેશો તેમના ચલણની રક્ષા કરવા તેમજ યુએસ (US) ડોલર કે જે તરલ નાણાં ભંડોળના જથ્થા તરીકે કામ કરે છે, તેનાથી નુકશાન થતું અટકાવવા માટેના માધ્યમ તરીકે સુવર્ણ ભંડોળનો મોટો જથ્થો રાખી મૂકે છે. વિદેશી ચલણ તેમજ સરકારી બોન્ડ ઉપરાંત સોનુ લગભગ બધી મધ્યસ્થ બેન્કો માટે મુખ્ય નાણાકીય મિલકત તરીકે હોય છે. તે મધ્યસ્થ બેન્કો દ્વારા તેમની જ સરકારોને "આંતરિક ભંડોળ તરીકે આપતા ધિરાણ સામે નુકશાન નિવારક તરીકે પણ રાખવામાં આવે છે. સોનાનાં સિક્કા તેમજ સોનાની લગડી બંનેનો તરલ બજારોમાં વ્યાપક રીતે વેપાર કરવામાં આવે છે અને તેથી તે હજુ પણ સંપત્તિના ખાનગી સંગ્રહ તરીકે વાપરવામાં આવે છે. કેટલાક ખાનગી રીતે બહાર પડાતા ચલણ, જેવા કે ડિજિટલ સુવર્ણ ચલણ, ને સુવર્ણ ભંડોળ દ્વારા પીઠબળ આપવામાં આવે છે. 1999 માં સોનાનું ભંડોળ તરીકેનું મૂલ્ય જાળવી રાખવા યુરોપિયન મધ્યસ્થ બેન્કે સોના માટેના વોશિંગ્ટન કરાર પર હસ્તાક્ષર કર્યા, જે મુજબ, અગાઉથી નક્કી થયેલ વેચાણને છોડી દેતાં, ન તો તે સટ્ટાકીય હેતુ માટે સોનુ ગીરો આપી શકશે કે ન તો વિક્રેતા તરીકે બજારમાં પ્રવેશી શકશે.

SOURCE: http://gu.wikipedia.org/wiki/સુવર્ણ_માનક

કેવી રીતે ગોલ્ડ અને ગોલ્ડ ગોલ્ડ અને સોનાનાં દાગીનાની સફાઈ સોનાના દાગીના, સ્વચ્છ કરવા

કેવી રીતે સોના અને સોનાનાં દાગીનાની સ્વચ્છ કરવા માટે? સોના અને સોનાની ગોલ્ડના દાગીના, સફાઇ અને તે શક્ય છે એમોનિયા ઉપયોગ કરે છે. મુક્ત માટે સોનાના દાગીના સાફ રસ્તો છે ગોલ્ડના દાગીના ગરમ એમોનિયા થોડા ટીપાં સાથે મિશ્ર પાણી ખાડો છે. વ્યાપક સફાઇ માટે સોફ્ટ ટૂથબ્રશ વાપરો. સફાઈ કર્યા પછી, દાગીના કોગળા, તે સૂકી અને સોફ્ટ કાપડ સાથે પોલિશ. યાદ રાખો કે જો તમે સિંક અથવા સિંક માં સફાઈ કરવા ડ્રેઇન અપ બંધ કરવું જ પડશે. જો તમારા સોનાના દાગીના જે ભાગ્યે જ ગુમાવી ચમક વસ્ત્રો તે પાણી અને તટસ્થ સાબુ સાથે ધોવા. એ દાગીનામાં પર સોફ્ટ તમારા દાંત બ્રશ બ્રશ સાથે સુશોભન. સૂકી સોફ્ટ, સૂકી કાપડ ભાગ ધોવા પછી. ગોલ્ડ રિંગ જેથી તમે તે દારૂને ભૂસકો સ્વચ્છ કરી શકો છો અને ધીમેધીમે iščetkate. પર્લ્સ તમે મોતી આપવા સરસ અને ચમકતી હતી, કારણ કે ઘણી વખત તમે તેમને વસ્ત્રો, રાખવા તેમને ડ્રોવરને નથી. Yellowed ઉદાસીન સરકો બે મિનિટ માટે સપડાવું મોતી. પછીથી, તે સ્વચ્છ ઉદાસીન પાણી સપડાવું અને સ્વચ્છ કપડું અથવા ટુવાલ પર સૂકી છોડી દો. જો તમે મોતી ખેતી હોય તો, થોડા દિવસો તેમને મીઠું પાણી બનાવવા માટે તેમને ધખધખવું પરત છોડી દો.

SOURCE: http://en.zagreb-life.net/gu/26684

દર મહિને બચત કરીને ગોલ્ડ ને ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકાશે


12 April 2012

સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય માણસ માટે સોનું તેમ જ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ગ્રાહકો સરળતાથી ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકે એ માટે જ્વેલરીનું ઉત્પાદન કરતા અગ્રણી ગીતાંજલિ ગ્રુપે સ્વર્ણ મંગલ અને શગુન સ્કીમ લૉન્ચ કરી છે. શગુન જ્વેલરી સેવિંગ સ્કીમમાં ગ્રાહકે અમુક ચોક્કસ સમયગાળા માટે દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરવાનું હોય છે. મન્થ્લી રોકાણનો સમયગાળો ૧૨, ૨૪ અથવા ૩૬ મહિનાનો હશે. રોકાણની સમયમર્યાદા પૂરી થાય ત્યારે એમાંથી ગોલ્ડ અથવા ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકાશે. ગીતાંજલિ ગ્રુપ વિવિધ સમયમર્યાદા પ્રમાણે મહત્તમ નવ માસિક હપ્તા બોનસ તરીકે આપશે.

સ્વર્ણ મંગલ સ્કીમ
સ્વર્ણ મંગલ ગોલ્ડ પ્રાઇસ પ્રોટેક્શન સ્કીમ છે. આ સ્કીમમાં ગ્રાહકે દર મહિને ૧૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ જમા કરાવવી પડશે. ગીતાંજલિ ગ્રુપ આ રકમનું સોનું દર મહિને ખરીદશે. આ સ્કીમનો સમયગાળો ૬, ૧૨ અને ૨૪ મહિનાનો છે. મુદત પૂરી થાય એટલે એકઠું થયેલું બધું જ સોનું ગ્રાહક રિડીમ કરી શકશે અને એના બદલામાં ગોલ્ડ જ્વેલરી ખરીદી શકશે. કસ્ટમર્સને મેકિંગ ચાર્જિસ પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

SOURCE: http://www.gujaratimidday.com/mumbai-local/mumbai-local/gitanjali-group-introduces-new-jewelry-savings-plans-2

રિટર્નની રેસમાં ઈ-ગોલ્ડ આગળ નીકળી ગયું


મુંબઈ, તા. ૫

ઇલેક્ટ્રોનિક સ્વરૂ પે સોનામાં રોકાણ નફાકારક સાબિત થઇ રહ્યું છે. આ રોકાણ અન્ય કોઇ સાધન કરતાં સરળ હોઇ આ ફોર્મેટ રોકાણકારોમાં ઝડપથી પ્રચલિત થઇ રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૨માં ઈ-ગોલ્ડે લગભગ ૨૭ ટકાનું રિટર્ન આપ્યું છે, બીજી તરફ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ ગોલ્ડ ઇટીએફમાં ૨૩ ટકા રિટર્ન રહ્યું છે. ઈ-ગોલ્ડમાં ડોક્યુમેન્ટ ચાર્જિસ ઓછા અને પ્રક્રિયા સરળ રહેવાને કારણે ઝડપથી સ્વીકાર્ય બની ગયું હોવાનું બજારના નિષ્ણાતોનું કહેવું છે. રોકાણકાર એક ગ્રામ, આઠ ગ્રામ, દસ ગ્રામ અને એક કિલોગ્રામમાં ફિઝિકલ ડિલિવરી લઇ શકે છે.

ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોને વધુ ચાર્જિસ લાગે છે, ઉપરાંત ૧.૫ ટકાનો એસેટ મેનેજમેન્ટ ચાર્જ લાગે છે. ઈ-ગોલ્ડની માફક ઈ-સિલ્વર પણ રોકાણકારોએ ઝડપથી અપનાવી લીધું છે. છેલ્લાં બે વર્ષમાં ચાંદીએ ઊંચું રિટર્ન આપતાં રોકાણકારોમાં તેનું આકર્ષણ વધી ગયું છે. તમામ ઈ-સિરીઝમાં કોમોડિટી ટ્રેડિંગ માટે ફિઝિકલ બેન્ચમાર્ક કિંમતોનો માપદંડ અપનાવવામાં આવે છે.

  • છેલ્લાં બે વર્ષમાં ઈ-ગોલ્ડમાં ૬૭.૩૦ ટકા રિટર્ન છૂટયું
નેશનલ સ્પોટ એક્સ્ચેન્જના એમડી અંજની સિંહાના જણાવ્યા પ્રમાણે ગયા નાણાકીય વર્ષમાં સાત લાખ રોકાણકારોએ રોજના રૂ . ૧૦૦થી ૧૫૦ કરોડનું વોલ્યૂમ ટર્નઓવર કર્યું છે. ગોલ્ડ ઇટીએફમાં આ પ્રમાણે રૂ . ૩૦-૪૦ કરોડનું રહ્યું છે. ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ટ્રેડિંગમાં વર્ષે ૨૫ ટકાના દરે વધારો થઇ રહ્યો છે. ડિમટિરિયલાઇઝ સ્વરૂ પમાં ટ્રેડિંગની સુવિધાને કારણે લોકોએ ઝડપથી અપનાવી લીધું છે. એક્સ્ચેન્જ પર ઈ-સિલ્વરમાં રોજના રૂ . ૨૫૦ કરોડથી વધુનાં વોલ્યૂમ થાય છે, આમાં ૩૦ ટકાથી વધારે ભાગીદારી વધી રહી છે. છેલ્લાં બે નાણાકીય વર્ષમાં ઈ-ગોલ્ડમાં ૬૭.૩૦ ટકા રિટર્ન મળ્યું છે જે ગોલ્ડમાં રોકાણ માટેના કોઇ પણ ફોર્મેટમાં સૌથી ઊંચું રિટર્ન છે.
એન્જેલ બ્રોકિંગના એસોસિયેટ ડિરેક્ટર નવીન માથુરનું કહેવું છે કે, ગોલ્ડ ઇટીએફમાં ઇન્ક્રિમેન્ટ ચાર્જિસ લાગવાને કારણે રોકાણકારો ઈ-ગોલ્ડ તરફ વળી ગયા છે. ઈ-ગોલ્ડમાં હોલ્ડિંગ વેચવું હોય તો સામે ફિઝિકલ સોનાની ડિલિવરીનો વિકલ્પ મળે છે. ગોલ્ડ ઇટીએફ ૨૦૦૭માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૧ના વર્ષમાં ગોલ્ડ ઇટીએફના રોકાણમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
 
SOURCE: http://www.sandesh.com/article.aspx?newsid=48476

5/05/2012

સાવધાન

આણંદ. શહેરના જીટોડિયા રોડ ઉપર આવેલી આગમન સોસાયટીમાં સોમવારે સવારે બે ઇસમોએ સોનાનાં ઘરેણાં ધોઇ આપવાની વાત મહિલાઓને જણાવી હતી. આથી સોસાયટીના દામિનીબેન ઉફેઁ દતાબેન મુકેશભાઇ જોષીએ ચાલીસ હજાર રૂપિયાની સોનાની બે બંગડી ધોવા માટે આપી હતી. ગિઠયાઓએ નજર ચૂકવી બંને બંગડી સરકાવી લીધી હતી. બાદમાં બંને પલાયન થઇ ગયાં હતાં. ગિઠયાઓ બંગડીઓ લઇ ગયાં હોવાનો અહેસાસ થતાં શોધખોળ આરંભી હતી. પરંતુ ગિઠયા રફુચક્કર થઇ ગયાં હતાં. આ અંગે દામિનીબેને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી


 SOURCE: http://www.divyabhaskar.co.in/article/MGUJ-1711992-2710453.html

ઝવેરીઓ જાતે કરી શકશે સોનું આયાત

સોનાની આયાત માટે ડીજીએફટીની પરવાનગી લેવી પડશે

આયાતનો રિપોર્ટ દરમહિને રિઝર્વ બેન્કને આપવો પડશે

ફોરેકસની મૂવમેન્ટ પર રિઝર્વ બેન્ક ચાંપતી નજર રાખશે


દેશમાં આયાત થતાં સોનામાં વિદેશી હૂંડિયામણ એક સાથે ન જતું રહે તે માટે કેન્દ્ર સરકારે નાના ઝવેરીઓને પણ પોતાની જરૂરિયાત મુજબ આયાત કરવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં ૧૫ બેન્કો અને ચાર જાહેરક્ષેત્રની કંપનીઓને જ સોનું આયાત કરવાની પરવાનગી છે. આ માટે ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) લાઇસન્સ આપશે. ઝવેરીઓએ સોનાની આયાત અંગેનો રિપોર્ટ દર મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આપવાનો રહેશે.

સરકારે ચાલુ વર્ષના બજેટથી જ સંકેત આપી દીધો હતો કે દેશમાં આયાત થતાં મોટા પાયે સોનાના કારણે વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે અને સરકાર સોનાની આયાત પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણને ઘટાડવા માગે છે. ગત નાણાકીય વર્ષમાં દેશમાં ૯૬૯ ટન સોનાની આયાત થઈ છે.

ડીજીએફટી જે ઝવેરી કે ઝવેરાત બનાવનારા સોનાની સીધી આયાત કરવા માગે છે તેમની જરૂરિયાત કેટલી છે તે પાછલાં ત્રણ વર્ષના ચોપડાના આધારે નક્કી કરશે અને જે તે ઝવેરી કેટલું સોનું આયાત કરી શકશે તે અંગેનું લાઇસન્સ આપશે. આ લાઇસન્સના આધારે કસ્ટમવિભાગ તેને સોનું આયાત કરવા દેશે.

ગુજરાતના સોનાના આયાતકાર પાર્કર એગ્રો કેમના ડાયરેકટર હરેશ આચાર્યનું કહેવું છે કે ‘ઝવેરીઓને સીધી આયાત માટે લાઇસન્સ આપવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. જે ઝવેરીઓ દાગીનાની નિકાસ કરે છે તેમના માટે આ નિર્ણય ફાયદા કારક થશે. તેઓ દાગીનાની નિકાસની સામે સોનાની આયાત કરશે એટલે હૂંડિયામણ ચૂકવવાની જરૂરિયાત નહિ રહે, મેટલ ટુ મેટલ સોદો પતી જશે.’

વિદેશી હૂંડિયામણ પર નજર રાખવા માટે રિઝર્વ બેન્કને રિપોર્ટ

સોનાની એક સાથે મોટી આયાત થાય છે તે નાનાપાયે જરૂરિયાત મુજબ થાય એટલે આયાત ઘટશે તેવું સરકારનું માનવું છે. ખાનગી, વિદેશી અને રાષ્ટ્રીયકૃત ૧૫ બેન્કો રિઝર્વ બેન્કના સીધા ઓડિટ હેઠળ છે, જ્યારે બાકીની ચાર જાહેરક્ષેત્રની કંપનીઓ છે. આ તમામે દર છ મહિને સોનાની આયાત અંગેનો રિપોર્ટ રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ ડિપાર્ટમેન્ટને મોકલી આપવાનો છે.

આ ઉપરાંત જે ઝવેરીઓને આયાતની પરવાનગી મળે તેમણે દરમહિને કેટલું સોનું આયાત થયું, કેટલી કિંમતનું આયાત થયું, અને કઈ કરન્સીમાં ચુકવણી કરવામાં આવી તેનો રિપોર્ટ નક્કી કરેલા ફોર્મેટમાં આપવાનો રહેશે. આ રીતે સોના પાછળ ખર્ચાતા વિદેશી હૂંડિયામણ પર સરકારની સીધી નજર રહેશે.


Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 12:15 AM [IST](08/04/2012)
 

સોનું આસમાને જશે?



સોનાના ભાવ સતત વધતા જ રહેશે અને ભારતમાં જે મધ્યમવર્ગ સમૃદ્ધ થઈ રહ્યો છે તે સોનાના ભાવ તોલાના R ૪૦૦૦૦ થાય તોય ખરીદશે. નિષ્ણાતો કહે છે કે કોઈ ન્યુ ક્લીઅર ફ્યુઝન દ્વારા કે રસાયણના જાદુગર દ્વારા સોનું પેદા નહીં થાય ત્યાં સુધી સોનાની સતત તંગી રહેશે.

આજે આપણે બોર્ડર વગરની દુનિયામાં જીવીએ છીએ. પાકિસ્તાન કે બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડરો બંને સરકારો માટે છે. ભારત-પાક.ના નાગરિકો માટે નથી. અરે પાકિસ્તાનને છોડો અમેરિકા કે બ્રિટન અને ભારત વચ્ચેની બોર્ડર જાણે ગોફણિયા ઘા જેટલી છે. કોમ્પ્યૂટર ઉપર બેસો અને ભાદરણ કે જસદણ બેઠાં તમે અમેરિકામાંથી એક કિલો કે પાંચ કિલો સોનું ખરીદી શકો છો.

સોનાના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે કે કોઈ ન્યુ ક્લીઅર ફ્યુઝન (અગન ઝાળ) દ્વારા કે કોઈ અલકેમિસ્ટ એટલે કે રસાયણના જાદુગર દ્વારા સોનું પેદા નહીં થાય ત્યાં સુધી સોનાની સતત તંગી રહેશે. સોનાના ભાવ સતત વધતા જ રહેશે અને ભારતમાં જે મધ્યમવર્ગ સમૃદ્ધ થઈ રહ્યો છે તે સોનાના ભાવ તોલાના R ૪૦૦૦૦ થાય તોય ખરીદશે. આ લખું છું ત્યારે સોનાના ભાવ તોલાના R ૨૯૩૪૦ છે તે તો તો સાવ સસ્તા લાગશે તેમ સોનાની હરતી ફરતી દુકાન રાખતો સૌરાષ્ટ્રથી મુંબઈ આવેલો જયેશ સોની કહે છે.

માર્ક ફેબર નામના સોનાના સ્વીસ સોદાગર જે અવારનવાર મુંબઈ, રાજકોટ, હોંગકોગ, પેકિંગ અને શાંઘાઈમાં દેખાય છે તેણે ૨૦૦૯માં કહેલું કે ૨૦૧૭માં સોનાના ભાવ ૧ ઔંસના પ૦૦૦ ડોલર થશે. એટલે કે આજના રૂપિયા-ડોલરના વિનિમયદર પ્રમાણે અઢી તોલા સોનાના R ૨૮૮૮ લાખ થશે. તાત્પર્ય કે એક તોલો સોનું R ૯૦૦૦૦નું થશે. સમાજવાદીઓ કે સામ્યવાદીઓ ઘરબહાર આવીને સોનાને ધિક્કારે છે. પણ એમની બૈરીઓ, દીકરીઓ અને પુત્રવધૂઓ-વડીલોથી સંતાડીને સોનું ખરીદે છે, સંઘરે છે.

માર્ટન આર્મસ્ટ્રોંગ સોનાની અને ડોલરની લલચામણી-ઈન્વેસ્ટમેન્ટ-સ્કીમમાં પોન્ઝી સ્કીમ પકડાયો પણ તેની સોના બજાર ઉપરની પકડ હજી વિશ્વસનીય છે. તે કહે છે કે સોનું ૨૦૧૬માં જ પ૦૦૦ ડોલરનું ઔંસ થશે. સ્વીસ વેપારી ડાયલાન ગ્રાઈસ જે ત્યાંની સોસાયટી જનરલ નામની ઈન્વેસ્ટમેન્ટ કંપનીનો વડો છે તે તો પ૦૦૦ ડોલર નહીં પણ ઔંસના ભાવ બે વર્ષમાં ૬૩૦૦ ડોલર (ઔંસ) જુએ છે. એટલે કે R સવા લાખનું તોલો અમેરિકન સરકાર કે ભારત સરકાર દેશમાં કેટલો ફુગાવો છે તેના સાચા આંકડા કહેતી જ નથી. દરેક ચીજ મોંઘી બની છે. માફ કરજો બહુ સસ્તો દાખલો આપું છું. શાકભાજી બજારમાં કોથમીર તો મફત મળતી. આજે R પાંચની મિનિમમ કોથમીરની ઝુડી ખરીદવી પડે છે. જેમ મધ્યમવર્ગ મોંઘું શાક ખાય જ છે તેમ બીજે છેડે મધ્યમવર્ગ સોનું મોંઘું તો ય ખરીદે છે.

માર્ટિ‌ન હચીનસન 'માર્કેટ હિ‌સ્ટોરીયમ’ છે. તે કહે છે કે અમેરિકન સરકાર કે વિશ્વની સેન્ટ્રલ બેન્કો (ભારત રિઝર્વ બેન્ક) અમુક નીતિ ઘડી ફુગાવાને વશમાં લેતી હતી, પણ આજે તમામ બેન્કો તો બિચારી થઈ ગઈ છે-જેટલા ડો. મનમોહનસિંહ બિચારા છે. સરકારો પોતે જ ફુગાવો પેદા કરે છે. સરકારોને પોતાને ખબર નથી કે ફુગાવો કેટલો છે, પણ સામાન્ય માનવી જાણે છે એટલે ફુગાવા સામેની ઢાલ માટે સોનું ખરીદે છે. નોટો માત્ર કાગળિયાં છે.

મોરારજી સોનાને ધિક્કારતા હતા. તેના કારણે જ રિઝર્વ બેન્કના સોનાના સ્ટોકનાં તળિયાં સાફ થઈ ગયેલાં અને ઓક્ટોબર ૨૦૦૯માં ભારતે ૨૦૦ ટન સોનું આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી ખરીદવું પડેલું એ વખતે જ શ્રીલંકા અને મોરેશિયસની સરકાર પણ ગજા ઉપરવટ સોનું ખરીદેલું.

મારે ત્યાં કામ કરનારી બહેનને ૧લી તારીખે ઘરખર્ચ અને પુસ્તકો ખરીદવા R ૨પ૦૦૦ રોકડાનો ચેક હું લખું છું. એક વર્ષ પહેલાં કેનેરા બેન્કનો કેશિયર જૂની નોટોના જ થોકડા આપતો. છેલ્લા દોઢ વર્ષથી દર મહિ‌ને ચેક લખું તો હવે માગ્યા વગર જ ૨પ૦૦૦ની કે જેટલી જોઈએ તેટલી નવી નક્કોર કડકડતી સીધી સરકારી પિસમાંથી આવેલી નોટો આપે છે. (શું કામ?) રિઝર્વ બેન્ક નોટો છાપ્યે જ રાખે છે-છાપ્યે જ રાખે છે. ટોરન્ટો (કેનેડા)ના રોબ મેકવીન નામના 'અમેરિકન ગોલ્ડ’ સોદાગર કહે છે-અધધ દુનિયાભરમાં એટલી બધી કરંસી નોટો સરકાર છાપે છે કે સોનું મોંઘું થાય અને ઔંસનું પ૦૦૦ ડોલર થાય તેમાં નવાઈ નથી. કાગળની નોટ કરતાં નગદ-નક્કર સોનું લેવું વધુ સલામત છે.

સાવધાન આપણા રાજકારણીઓ કોમનમેનથી દૂરની દુનિયામાં વિહરે છે. હજી 'ગઈકાલે જ’ ચલણમાંથી R પ૦૦ અને R ૧૦૦૦ની નોટો પાછી ખેંચવાનું સૂચન કોઈ બુદ્ધિના ગમાર રાજકારણીએ કહેલું અને ખરેખર કોઈ ઉલ્લુનો પઠ્ઠો આવું કહે તો? કોઈ એટલે જ ૧૦૦૦ની નોટને બદલે સોનું લેવું સારું. ગાંડી સરકાર ચલણીનોટની ક્યારે પણ પસ્તી કરી શકે છે.

ખરેખર જ્યારે પણ સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચે જાય ત્યારે અમેરિકાના ફંડ મેનેજરો હાથીની પૂંઠ ફાટે તેવી વાતો કરે છે. દા.ત. ગોલ્ડ બુલિયન ગ્રૂપના ચીફ અર્થશાસ્ત્રી નીક બેરીશેફે તો કહેલું કે ભવિષ્યમાં (૨૦૧૭) સોનાના ભાવ ઔંસના ૧૦૦૦૦ ડોલર થશે નીક બેરીશેફ જેવો તેવો માણસ નથી. કેનેડામાં તે બુલિયન સોના-ચાંદી બજારનો પ્રતિષ્ઠિ‌ત માણસ છે અને લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનનો સલાહકાર છે.

મુંબઈના મલાડ નામના પરામાં મધ્યમવર્ગનો સોની કારીગર તેની પત્નીને કામે લગાડી સોનાના મંગળસૂત્ર બનાવે છે. R ૧૦૦૦નું મંગળસૂત્ર મળતું તે સોનાનું મંગળસૂત્ર આજે R ૩પ૦૦૦નું થયું છે પણ એક જબ્બર મધ્યમવર્ગ છે જે R ૩ લાખનું મંગળસૂત્ર તો હસતે મોંઢે ખરીદે છે. ભારતની નારીઓ જ સોનાના ભાવ તોલાના R ૯૦૦૦૦થી R ૧ લાખ પહોંચાડશે તો ય ખરીદશે. (... સોના ભાવ કોણ મોંઘા કરે છે? વાંચો હવે પછી).

આસપાસ, કાન્તિ ભટ્ટ


SOURCE : KANTI BHATT http://epaper.divyabhaskar.co.in/