5/22/2013

આભૂષણોનું જતન

કંિમતી ઘરેણાંને સંભાળીને રાખો, નહિતર હાથતાળી દઈ જશે!

સ્ત્રીઓ પ્રાચીન કાળથી આભૂષણો પ્રત્યે વઘુ આકર્ષિત રહી છે. તેમના શણગારને અંતિમ ઓપ આભૂષણો જ આપે છે. પહેલાં આ આભૂષણ ફળફૂલ, હાથીદાંત, છીપ, મોતી, પરવાળાં અને મણિ વગેરેમાંથી બનાવવામાં આવતાં હતા. ત્યારબાદ સમય વીતવાની સાથોસાથ સોના-ચાંદી તથા હીરાનાં આભૂષણ બનવા લાગ્યાં. આજના જમાનામાં આવા કંિમતી આભૂષણ મોટાભાગે લોકરની શોભામાં જ અભિવૃઘ્ધિ કરતાં હોય છે. ક્યારેક, વિશિષ્ટ અવસરે જ સ્ત્રીઓ આ આભૂષણ પહેરતી હોય છે.
સ્ત્રીનોે આભૂષણ સાથેનો આજીવન અતૂટ સંબંધ છે. ઘરેણાંના અભાવે સ્ત્રીનો શણગાર અપૂર્ણ લાગે છે. મિનળની જ વાત કરીએ. એનો સુંદર ટ્રાવેલંિગ સેટ જોેતાં લાગે છે કે, આ સુંદર અલંકાર વાસ્તવમાં સ્ત્રીની સુંદરતામાં ઉમેરોે કરે છે. મિનળ કાયમ મુસાફરી દરમિયાન આ ટ્રાવેલંિગ સેટ દરેક ૠતુમાં પહેરતી હોય છે. છતાં તે કાયમ નવો જ હોય એવો દેખાય છે. શ્વેતાના એરંિગ્સ સોનાનાં હોવા છતાં, એ સેટ સામે ઝાંખા લાગે છે. જ્યારે મિનળના સેટની વાત નીકળી, ત્યારે એ કહે છે, ‘ખરેખર તો જયપુરી આભૂષણ આવાં જ હોય છે. તે ગમે તેટલીવાર પહેરો છતાં એમની ચમક જળવાઈ રહે છે.’
મિનળની વાત સાચી છે. જયપુરી આભૂષણોને કાઢીને રૂમાં મૂકી ડબ્બામાં જ્વેલરી બોક્સમાં મૂકી દીધાં હોય, તો તે દરેક મોસમમાં સારાં રહે છે. તેમની ચમક યથાવત્‌ રહે છે.
કેટલીક સ્ત્રીઓને વધારે પરસેવો વળતો હોય છે. તેમણે આભૂષણ પહેરતાં પહેલાં પાઉડર લગાવી લેવો, જેથી પરસેવો ઓછો વળે અને પરિણામે ઘરેણાં ખરાબ ન થાય. આભૂષણો પર કે આભૂષણ પહેર્યા પછી ક્યારેય સુગંધિત પદાર્થો જેવા કે પરફ્‌યૂમ કે સેન્ટ લગાવવાં નહીં, કેમ કે તેનાથી આભૂષણોની ચમક ઝાંખી થઈ જાય છે. જયપુરી આભૂષણો વિશે ત્યાંના ડિઝાઈનરોનું કહેવું છે, ‘જયપુરી આભૂષણોની ડિઝાઈન જ એટલી સુંદર હોય છે કે વિદેશથી પણ તે માટેના ઓર્ડર આવે છે. માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ આનાથી આકર્ષાય છે. કેટલીક સ્ત્રીઓ તેમની સુંદરતાથી આકર્ષાઈને સોનાનાં આવી ડિઝાઈનોનાં આભૂષણ ઘડાવે છે, કેમ કે તેમને સોનાથી જ સંતુષ્ટિનો અનુભવ થાય છે. આ સિવાય, જડતરનાં આભૂષણ પણ દરેક મોસમમાં પહેરી શકાય છે. તેમને પહેરતાં પહેલાં શરીર પર થોડો પાઉડર લગાવી દેવામાં આવે, તો તે ખરાબ થતાં નથી. જડતરવાળાં આભૂષણોને પણ રૂમાં વીંટીને જ રાખવા જોઈએ. તેનાથી આભૂષણોની ચમક જળવાઈ રહેવાની સાથોેસાથ તેમના પર ઘૂળ પણ ચડતી નથી.
જડતરવાળાં આભૂષણો પર ઘૂળ જામી જતી હોવાથી તેમને પહેર્યા પછી તેમની ઘૂળ સાફ કરીને જ મુકવાં જોઈએ. ઉનાળામાં સામાન્ય આભૂષણો પહેરવાથી પરસેવાને લીધે તે કાળાં પડી જાય એવી શક્યતા રહે છે, જ્યારે જડતરવાળાં આભૂષણોની ડિઝાઈન એવા પ્રકારની હોય કે, તેમના પર પરસેવાની કોઈ અસર થતી નથી. કારણ એટલું જ કે, આ આભૂષણો સુંદર નંગોમાંથી બનાવેલાં હોય છે. આજકાલ આઘુનિકાઓને કંિમતી આભૂષણોને બદલે સસ્તી ધાતુઓનાં (ઓક્સિડાઈઝ્‌ડ જ્વેલરી) આભૂષણ પહેરવાં વધારે ગમે છે. જો કે આવી જ્વેલરીની સંભાળ મુશ્કેલ કાર્ય છે. આવા અલંકાર વધારે પહેરવાનું કારણ એ છે કે, તેમની ચોરી થવાની સંભાવના રહેતી નથી. તદુપરાંત તે આકર્ષક અને ચમકદાર પણ હોય છે. કેટલીક સ્ત્રીઓને આવી ફેશન જ્વેલરીની એલર્જી હોય છે. આવી સ્ત્રીઓએ આ આભૂષણો પહેરવાનો મોહ ન રાખવો જોઈએ. અન્ય સ્ત્રીઓએ આવાં આભૂષણ પહેરતાં અગાઉ પાઉડર લગાવવો જોઈએ. કેમ કે આવા આભૂષણોને પરસેવો અડવાથી તે ઝાંખા પડી જાય છે. તેનો ઉપયોગ કરતી વખતે તેને પાણી ન અડે તેનો ખ્યાલ રાખવો જોઈએ તેમ જ તેમને એક જ બોક્સમાં અડોઅડ ન રાખવાં, કેમ કે ઘણીવાર એકબીજા સાથે પડ્યાં રહેવાને લીધે પણ તે કાળાં પડી જાય છે. તેમને ગુલાબી કાગળમાં લપેટીને રાખવાથી કાળાં નહીં પડે. આ સિવાય, સોનાનાં આભૂષણોને ખાલી બોક્સમાં રાખવાથી પણ તેમની ચમક જળવાઈ રહે છે. મોતીઓનાં આભૂષણ ટકાઉ અને લાજવાબ હોય જ છે. કેમ કે તે આકર્ષક તથા ચમકદાર મોતીમાંથી બનાવવામાં આવે છે. આ આભૂષણ અત્યંત નાજુક હોવાથી તેમની અત્યંત સાવધાનીપૂર્વક કાળજી રાખવી જરૂરી છે. આ આભૂષણ પહેરતાં અગાઉ પણ શરીરે પાઉડર લગાવવો. ત્યારબાદ કોઈપણ ૠતુમાં તે પહેરી શકાય, કેમ કે તેમના પર પાણી તથા પરસેવાની કોઈ અસર થતી નથી.
આજ કારણસર આઘુનિકાઓ કાયમ ઝળહળતા મોતીઓનાં આવાં સેટ પહેરવાનું વધારે પસંદ કરે છે.
મોતીનાં દાગીના ખરીદી કરતી વખતે સાચાં મોતી પારખતાં આવડવું જોઈએ, કેમ કે નકલી મોતી થોડા જ સમયમાં ઝાંખા પડી જાય છે, આવાં ઝાંખા આભૂષણ આકર્ષણનું કેન્દ્ર બની શકતાં નથી.
આપણે ત્યાં સામાન્ય રીતે લગ્નપ્રસંગે મહિલાઓ જેટલાં હોય એટલાં ઘરેણાં ઠઠારીને આવે છે. મહિલાઓના શણગારમાં ઘરેણાં આગવું મહત્ત્વ ધરાવે છે. તેઓ આવા પ્રસંગે ઘરેણાંથી લદાઈને એવી રીતે ફરતી હોય છે, જાણે એકબીજા સાથે સ્પર્ધામાં ઉતરી હોય. સામાન્યતઃ રોજંિદા જીવનમાં તેઓ હળવાં ઘરેણાં પહેરીને પણ સંતોષ માની લે છે, પણ ખાસ પ્રસંગે પોતાનાં કંિમતી, ભારે ઘરેણાનું પ્રદર્શન કરવાનું ચૂકતી નથી.
જો કે ઘણીવાર સ્ત્રીઓના મોઢે એવી ફરિયાદ સાંભળવા મળે છે કે, ‘હું મારી બહેનપણીનાં લગ્નમાં ગઈ હતી ત્યાં મારો હાર કોને ખબર ક્યાં પડી ગયો! કોઈ કહે છે, ‘મારું એક એરંિગ પેચ ખૂલી જતાં પડી ગયું. એ તો ઠીક, કેટલીક સ્ત્રીઓની તો આંગળીમાં પહેરેલી વીંટી સુઘ્ધાં ખોવાઈ જાય છે. આ રીતે ઘરેણાં ખોવાઈ જવા પાછળ તમારી બેદરકારી કારણભૂત હોઈ શકે અથવા તો કોઈ સુનિયોજીત તરકીબથી તમારા ઘરેણાં ગુમ પણ કરવામાં આવ્યાં હોય.
તમે જ્યારે લગ્નમાં હાજરી આપવા જતાં હો, ત્યારે ઘરેણાં બરાબર જોઈ લેવાં. અહીં કહેવાનો અર્થ એ છે કે તમે જે જે ઘરેણાં પહેર્યાં હોય, તે તમારા યોગ્ય માપનાં તથા સુરક્ષિત છે કે નહીં, તે જોઈ લો, જેમ કે, તમે વીંટી પહેરી હોય, તો ક્યારેક એ આંગળીમાં ઢીલી પડતી હોય છતાં ઘણીવાર આ બાબત પ્રત્યે ઘ્યાન આપવામાં આવતું નથી. જો વીંટી ઢીલી હોય, તો સહેજ શરતચૂક થતાં જ તે આંગળીમાંથી સરકી જાય કે પછી કોઈ ચાલાકીપૂર્વક આંગળીમાંથી સેરવી પણ લે. લગ્નપ્રસંગે ખૂબ દોડધામ અને ધમાચકડી હોવાથી વીંટી પડી જાય તો જલદી મળતી નથી. કાન તથા ગળામાં પહેરવાનાં ઘરેણાં અંગે પણ આ જ વાત લાગુ પડે છે. તમે કાનમાં બુટ્ટી પહેરી હોય કે લટકણિયાં, પરંતુ તે બરાબર જોઈ લેવાં જરૂરી છે, કેમ કે તે સહેજ ઢીલાં પડવાથી તમારે ભારે નુકસાન ભોગવવું પડશે. કેટલીક સ્ત્રીઓ હાથમાં સોનાની કંિમતી બંગડીઓ કે કડાં પહેરે છે. તેમનું પણ ઘ્યાન રાખવું જોઈએ કે તે વધારે પડતાં મોટાં તો નથી? નહીંતર ખૂબ ભીંસાભીંસમાં તે ક્યારે તમારા હાથમાંથી નીકળીને બીજા કોઈને હાથમાં પહોંચી જશે, તેની ખબર પણ નહીં પડે!
એક પ્રાઘ્યાપિકાનું કહેવું છે, ‘‘અમારી કોલેજમાં મારી બહેનપણીઓ વધારે ઘરેણાં પહેરતી નથી. પરંતુ મને ઘરેણાનો ખૂબ જ શોખ છે. એકવાર મારી જ ભૂલને લીધે મારી હીરાની વીંટી એક સંબંધીના લગ્નમાં ખોવાઈ ગઈ. વાસ્તવમાં એ વીંટી ડાબા હાથની ટચલી આંગળીમાં ઢીલી પડતી હતી. પણ પતિની હઠને લીધે મારે તેને એ આંગળીમાં જ પહેરવી પડી. પરિણામે વીંટી ખોવાઈ ગઈ. જો મેં સહેજ સાવધાની રાખી હોત, તોે એ કંિમતી વીંટી ખોવીઈ ન જાત.’
આથી પાર્ટી કે લગ્નપ્રસંગે જવાનું થાય ત્યારે પહેલાં એ બરાબર નક્કી કરી લો કે ઘરેણાં સરખી રીતે પહેરેલાં છે કે નહીં. જો કોઈ તકલીફ હોય તો બને ત્યાં સુધી ઉકેલ લાવવાની કોશિશ કરો. ઢીલાં કે મોટાં પડતાં હોય એવાં ઘરેણાં પણ પહેરીને જવાનું જરૂરી નથી. નાહક પોતાના પગ પર કુહાડો મારવાની જરૂરી ખરી?
ઘણા ખરા કિસ્સામાં ઘરેણાં આપમેળે ખોવાઈ નથી જતાં, તેની પાછળ સુનિયોજિત કાવતરું હોય છે અને તમારી જરા સરખી બેદરકારીથી આ કામ વઘુ સહેલું બની જાય છે. લગ્નપ્રસંગે એટલાં મગ્ન કે બેદરકાર ન બની જાવ કે તમારી જાતનો પણ ખ્યાલ ન રહે. વળી, તમારા ઘરેણાંનું તો ખાસ ઘ્યાન રાખવું જ જોઈએ. કેટલીકવાર સ્ત્રીઓ વાતો કરવામાં એટલી બધી તલ્લીન થઈ જાય છે કે તેમને આસપાસનું ઘ્યાન જ રહેતું નથી. આવી સ્થિતિમાં કોઈ કુશળતાથી તેમના કાન કે ગળા પર હાથ ફેરવતાં ઘરેણાં ગુમ કરી શકે છે. કહેવું ન જોઈએ પણ દરેક જ્ઞાતિમાં એવા કેટલાંક સ્ત્રી-પુરુષો હોય છે જે તફડંચીની આદતથી મજબૂર હોય છે.
જો તમારી સાથેની જ કોઈ સ્ત્રીએ આવું પરાક્રમ કર્યું હોય, (જો કે આવું જ્વલ્લે જ બને છે, તો શું ઘરના લોકો તમારા ઘરેણા માટે બધા મહેમાનોની જડતી લેવા બેસશે? આવી જડતી અસભ્યતા જ ગણાય. આવી ચોરી કરનાર આવા શિષ્ટાચારનો લાભ લઈ વસ્તુ પોતાની પાસે પણ રાખી શકે છે. સ્ત્રીઓએ સાવધ રહીને આવી સ્થિતિથી બચવું જોઈએ.
જ્યારે પણ અચાનક લાઈટો બંધ થઈ જાય, ત્યારે સાચવીને તમારા ગળા તથા કાનનાં ઘરેણાંનો ખાસ ખ્યાલ રાખો. જ્યાં સુધી લાઈટ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખાસ કરીને ગળામાં પહેરેલાં હાર કે ચેન હાથથી પકડી રાખવા અથવા સાડીનો છેડો લપેટીને રાખવો.
આવાં પ્રસેગે કોઈનું ઘ્યાન હોતું નથી, પણ પાર્ટીમાં કેટલાંક એવા લોકો હાજર હોય છે જેમની નજર તમારા ઘરેણાં પર જ હોય અને તક મળતાં તેઓ હાથ ચાલાકી અજમાવી દે છે.
ક્યારેક આવા પ્રસંગે કોેઈની તબિયત પણ બગડી જાય છે. કેટલીક સ્ત્રીઓને ચક્કર આવે કે તેઓ નબળાઈ અનુભવે ત્યારે એક તરફ જગ્યા જોઈ તેઓ સૂઈ જાય છે. આવા વખતે કોઈ તમને મદદ કરવાના બહાને ઘરેણાંની ચીલ ઝડપ કરી લઈ શકે. જો ખરેખર તમને સૂઈ જવું જરૂરી લાગતું હોય, તો તમારા નિકટતમ, વિશ્વાસુ સંબંધીને બોલાવી લો. તમારો થોડો સંકોચ ક્યારેક તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
આજકાલ તો પાર્ટી કે લગ્ન વગેરે કાર્યક્રમ મોડી રાત સુધી ચાલે છે. કાર્યક્રમ પૂરો થાય ત્યારે ભલે તમારું ઘર નજીક હોય છતાં સામાન્ય રીતે જતાં હો તેમ સાવ એકલાં ઘેર ન જાવ. અડધી રાતે સૂમસામ રસ્તે જતાં કોઈપણ ગુંડા સહેલાઈથી તમારાં કંિમતી ઘરેણાં ઉતરાવી જશે.
વાસ્તવમાં તમારાં ઘરેણાંની રક્ષા તો તમારે પોતાને જ કરવાની છે. તમારી નાની સરખી ભૂલથી બીજાને અમૂલ્ય તક મળી શકે. ઘરેણાં ગુમાવ્યા બાદ તમે માનસિક પરેશાની ભોગવશો, તદુપરાંત પતિનો ક્રોધ પણ સહન કરવો પડશે. પાર્ટી, લગ્ન કે અન્ય કોઈ પ્રસંગે જવાનું હોય ત્યારે ખોેટી ઉતાવળ ન કરો. સમજદારીપૂર્વક વિચારીને વર્તવાથી ઘરેણાં અને મનની પ્રસન્નતા બંને જરૂર જળવાશે.
---ભાવિકા  Gujarat Samachar

ઘરેણાંથી સ્ત્રી શોભે…સ્ત્રીથી ઘરેણાં શોભે

ઘરેણાંથી સ્ત્રી શોભે…સ્ત્રીથી ઘરેણાં શોભે







બુલિયન પર નિયંત્રણ ગ્રાહકોને વધુ પજવશે

 સોનું તાજેતરમાં મંદીમાંથી પસાર થઈ રહ્યું હોવા છતાં ભારતીય ગ્રાહકોને રાહત મળે તેમ લાગતું નથી .

રિઝર્વ બેન્ક જો બેન્કો દ્વારા થતી સોનાની આયાતને મર્યાદિત બનાવવાનું પગલું લેશે તો ગ્રાહકોએ સોના માટે વધારે ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે .

બેન્કો ઝવેરીઓની યોગ્ય જરૂરિયાત પૂરી કરવા માટે કન્સાઇમેન્ટ ધોરણે સોનાની આયાત કરી શકશે તે મુજબના આદેશ બાદ જ્વેલર્સ માને છે કે બુલિયનના પુરવઠાને અસર પહોંચશે . તેમના માનવા પ્રમાણે પુરવઠો ખોરવાશે તો સોનાના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે , જે ગ્રાહકો પર નાખવામાં આવશે .

ઇટી સાથે વાત કરતી મુંબઈ સ્થિત મનુભાઈ જ્વેલર્સના ડિરેક્ટર સમીર સાગરે જણાવ્યું હતું કે , આયાત મર્યાદિત થવાના લીધે બજારમાં પુરવઠાની અછત સર્જાશે અને અમારે આયાત પર ઊંચો ભાવ ચૂકવવો પડશે જેના લીધે સોનાના ભાવ ઊંચકાશે .

ભારતીય ગ્રાહકોએ નબળી સિઝનમાં પણ ઝવેરાત માટે ત્રણથી ચાર ટકા ભાવ વધારે ચૂકવવો પડશે . દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન સોનાની ભારે માંગ હોય છે તે વખતે 7 થી 8 ટકા વધારે ભાવ ચૂકવવો પડશે .

વાસ્તવમાં એપ્રિલના છેલ્લા દસ દિવસમાં ઝવેરીઓએ આયાતી સોના પર વેપારીઓ અને બેન્કોને વધારે ભાવ ચૂકવવાની ફરજ પડી હતી , કારણ કે વેપારીઓ અને બેન્કો પાસે સોનું ખૂટી પડ્યું હતું .

સોનું ઘટીને પ્રતિ દસ ગ્રામે રૂ .26,000 પર પહોંચી જતાં ભારતીય ગ્રાહોકમાં તેની ખરીદી માટે ધસારો થયો હતો .

મોટાં શહેરોના ઝવેરીઓએ પ્રતિ દસ ગ્રામ રૂ .800 (14.73 ડોલર ) જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડ્યો હતો , જ્યારે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં દસ ગ્રામે રૂ .1,200 જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડ્યો હતો .

નેમિચંદ બામાલવાલા એન્ડ સન્સના ડિરેક્ટર બછરાજ બામલવાલાએ જણાવ્યું હતું કે , આજે પણ સોનાના ભાવ દસ ગ્રામે વધીને રૂ .27,600 થઈ જતાં અમારે પ્રતિ દસ ગ્રામે રૂ .300 જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડી રહ્યો છે , કારણ કે તેનો પુરવઠો ઓછો છે .

હાલમાં ભારતમાં બેન્કો દ્વારા 90 ટકાથી વધારે સોનાની આયાત કરવામાં આવે છે . બુલિયન ડીલરો ખાસ ગાળામાં બેન્કો પાસે કેટલાક જથ્થા અંગે પ્રતિબદ્ધતા દાખવે છે . બદલામાં બેન્ક બુલિયન ડીલરોને નિયત સમયમાં તેટલા પ્રમાણમાં સોનું વેચવાની પ્રતિબદ્ધતા પૂરી કરે છે .

વિદેશી સપ્લાયરો કે માઇનરો બેન્કોને કન્સાઇમેન્ટ ધોરણે સોનું મોકલે છે . બેન્ક તેના પછી બુલિયન ડીલરને સોનાનું વેચાણ કરે છે . ઝવેરીઓ બુલિયન ડીલરો પાસેથી તેની જરૂરિયાત મુજબ સોનાની ખરીદી કરે છે .

સોનાની ભૌતિક સ્વરૂપમાં આયાત ડામવા માટેની રિઝર્વ બેન્કની દરખાસ્ત મુજબ સોનું અને ક્રૂડની આયાતના લીધે ભારતની ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવે છે .

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ( ડબલ્યુજીસી ) ના જણાવ્યા મુજબ ભારતમાં 2012 માં સોનાની માંગ 864.2 ટન હતી , જે અગાઉના વર્ષના 986.3 ટનથી 12 ટકા ઘટી ગઈ હતી


સુતનુકા
<a href="http://ads.indiatimes.com/ads.dll/clickthrough?slotid=5204" target="_blank"><img src="http://ads.indiatimes.com/ads.dll/photoserv?slotid=5204" border="0" width="250" height="250" alt="Advertisement"></a>
ઘોસાલ
- http://gujarati.economictimes.indiatimes.com/articleshow/19949327.cms