5/22/2013

બુલિયન પર નિયંત્રણ ગ્રાહકોને વધુ પજવશે

 સોનું તાજેતરમાં મંદીમાંથી પસાર થઈ રહ્યું હોવા છતાં ભારતીય ગ્રાહકોને રાહત મળે તેમ લાગતું નથી .

રિઝર્વ બેન્ક જો બેન્કો દ્વારા થતી સોનાની આયાતને મર્યાદિત બનાવવાનું પગલું લેશે તો ગ્રાહકોએ સોના માટે વધારે ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે .

બેન્કો ઝવેરીઓની યોગ્ય જરૂરિયાત પૂરી કરવા માટે કન્સાઇમેન્ટ ધોરણે સોનાની આયાત કરી શકશે તે મુજબના આદેશ બાદ જ્વેલર્સ માને છે કે બુલિયનના પુરવઠાને અસર પહોંચશે . તેમના માનવા પ્રમાણે પુરવઠો ખોરવાશે તો સોનાના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના છે , જે ગ્રાહકો પર નાખવામાં આવશે .

ઇટી સાથે વાત કરતી મુંબઈ સ્થિત મનુભાઈ જ્વેલર્સના ડિરેક્ટર સમીર સાગરે જણાવ્યું હતું કે , આયાત મર્યાદિત થવાના લીધે બજારમાં પુરવઠાની અછત સર્જાશે અને અમારે આયાત પર ઊંચો ભાવ ચૂકવવો પડશે જેના લીધે સોનાના ભાવ ઊંચકાશે .

ભારતીય ગ્રાહકોએ નબળી સિઝનમાં પણ ઝવેરાત માટે ત્રણથી ચાર ટકા ભાવ વધારે ચૂકવવો પડશે . દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન સોનાની ભારે માંગ હોય છે તે વખતે 7 થી 8 ટકા વધારે ભાવ ચૂકવવો પડશે .

વાસ્તવમાં એપ્રિલના છેલ્લા દસ દિવસમાં ઝવેરીઓએ આયાતી સોના પર વેપારીઓ અને બેન્કોને વધારે ભાવ ચૂકવવાની ફરજ પડી હતી , કારણ કે વેપારીઓ અને બેન્કો પાસે સોનું ખૂટી પડ્યું હતું .

સોનું ઘટીને પ્રતિ દસ ગ્રામે રૂ .26,000 પર પહોંચી જતાં ભારતીય ગ્રાહોકમાં તેની ખરીદી માટે ધસારો થયો હતો .

મોટાં શહેરોના ઝવેરીઓએ પ્રતિ દસ ગ્રામ રૂ .800 (14.73 ડોલર ) જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડ્યો હતો , જ્યારે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં દસ ગ્રામે રૂ .1,200 જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડ્યો હતો .

નેમિચંદ બામાલવાલા એન્ડ સન્સના ડિરેક્ટર બછરાજ બામલવાલાએ જણાવ્યું હતું કે , આજે પણ સોનાના ભાવ દસ ગ્રામે વધીને રૂ .27,600 થઈ જતાં અમારે પ્રતિ દસ ગ્રામે રૂ .300 જેટલો ઊંચો ભાવ ચૂકવવો પડી રહ્યો છે , કારણ કે તેનો પુરવઠો ઓછો છે .

હાલમાં ભારતમાં બેન્કો દ્વારા 90 ટકાથી વધારે સોનાની આયાત કરવામાં આવે છે . બુલિયન ડીલરો ખાસ ગાળામાં બેન્કો પાસે કેટલાક જથ્થા અંગે પ્રતિબદ્ધતા દાખવે છે . બદલામાં બેન્ક બુલિયન ડીલરોને નિયત સમયમાં તેટલા પ્રમાણમાં સોનું વેચવાની પ્રતિબદ્ધતા પૂરી કરે છે .

વિદેશી સપ્લાયરો કે માઇનરો બેન્કોને કન્સાઇમેન્ટ ધોરણે સોનું મોકલે છે . બેન્ક તેના પછી બુલિયન ડીલરને સોનાનું વેચાણ કરે છે . ઝવેરીઓ બુલિયન ડીલરો પાસેથી તેની જરૂરિયાત મુજબ સોનાની ખરીદી કરે છે .

સોનાની ભૌતિક સ્વરૂપમાં આયાત ડામવા માટેની રિઝર્વ બેન્કની દરખાસ્ત મુજબ સોનું અને ક્રૂડની આયાતના લીધે ભારતની ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવે છે .

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ( ડબલ્યુજીસી ) ના જણાવ્યા મુજબ ભારતમાં 2012 માં સોનાની માંગ 864.2 ટન હતી , જે અગાઉના વર્ષના 986.3 ટનથી 12 ટકા ઘટી ગઈ હતી


સુતનુકા
<a href="http://ads.indiatimes.com/ads.dll/clickthrough?slotid=5204" target="_blank"><img src="http://ads.indiatimes.com/ads.dll/photoserv?slotid=5204" border="0" width="250" height="250" alt="Advertisement"></a>
ઘોસાલ
- http://gujarati.economictimes.indiatimes.com/articleshow/19949327.cms

No comments: