સોનું 20% સસ્તુ થશે?
યુરોપિયન ક્ષેત્ર પરથી સંકટના વાદળ હટી જાય છે તો સોનાની કિંમતોમાં 20% સુધીનો ઘટાડો આવી શકે છે. આ ધારણા જાહેર ક્ષેત્રની એમએમટીસીના એક વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી છે.હાલ, તો સોનાના ભાવ સતત નવી ઊંચાઇઓ સર કરવામાં અગ્રેસર છે, ગાઇકાલે જ દસ ગ્રામ સોનાના ભાવ દિલ્હી ખાતે રેકર્ડ બ્રેક સપાટીએ રૂ.19,220 પર પહોંચ્યા હતા.
સોનાની કિંમતો અંગે પૂછતા દેશની સૌથી મોટી આયાતકાર એમએમટીસીના ચેરમેન સંજીવ બત્રાએ કહ્યું કે યુરોપિયન બજારોમાં સુધારો થાય છે, તો સોનાના ભાવ 10 થી 20ટકા નીચે આવી શકે છે. બત્રાએ કહ્યું કે જો આ પીળી મેટલના ભાવ ઊંચા જ બની રહેશે તો આવતા કેટલાંક મહિનામાં સોનાની આયાતમાં ઘટાડો આવી શકે છે.
તેમણે કહ્યું કે ભાવોના લીધે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. જો કિંમતો ઊંચી જ રહેશે તો કેટલાંક મહિનામાં આયાત વધુ નીચી આવી શકે છે. વર્ષ 2009-10માં ભારતે 738.81 ટન સોનાની આયાત કરી હતી, તેમાંથી 186.83 ટન સોનાની આયાત તો એકલા એમએમટીસી એ જ કરી હતી. એમએમટીસીએ ચાલુ નાણાંકીય વર્ષમાં 200 ટન આયાતનો લક્ષ્યાંક છે.
લંડનામાં ગઇકાલે એક ઔંસ સોનાની કિંમત 1252.90 ડોલર હતી, જે તેની નવી ઊંચી સપાટી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે પણ ગઇકાલે સોનાના ભાવ રેકર્ડ બ્રેક પ્રતિ દસ ગ્રામ રૂ.19,198 પર પહોંચ્યા હતા.
સોનું 20% સસ્તુ થશે - Gold rates would ease 20% if European debt crisis - www.divyabhaskar.co.in
No comments:
Post a Comment