4/01/2012

સોના-ઝવેરાત પર ડયૂટી વધારા સામે વાપી જ્વેલર્સ એસો.ની રેલી

વાપી. તા. ૧૯

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલ બજેટમાં સોના-ચાંદી ઝવરાત પર વધારવામાં આવેલ ડયૂટીના વિરોધમાં વાપી જ્વેલર્સ એસોસિયેશન સોમવારે સવારે કાળી પટ્ટી બાંધી સરદાર ચોક થી રેલી કાઢી આદર્શ સોસાયટી ખાતે એક્સાઇઝ કમિશનરને ડયૂટી ઘટાડવા માટે આવેદન પત્ર પાઠવ્યુ હતું.સરકારશ્રીના બજેટમાં સોના-ઝવેરાત પર વધારવામાં આવેલી ડયૂટીના વિરોધમાં ઓલ ઇન્ડિયા જ્વેલર્સ ફેડરેશને આપેલ ત્રિ-દિવસીય હડતાલના એલાનમાં વાપી જ્વેલર્સ એસોસિયેશન પણ જોડાતા સોમવારે સવારે ઉદવાડાથી ઉમરગામ તેમજ સેલવાસ-દમણની જ્વેલર્સના સંચાલકો વાપી સરદાર ચોક ખાતે એકત્ર થઇ કાળી પટ્ટી બાંધીને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ એકસાઇઝ કમિશનર વાપીને ડયૂટી ઘડાટવા માટેનું આવેદનપત્ર પાઠવી એની જાણ દેશના નાણાંમત્રી સુધી પહોંચાડવા વાપી જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ જૈન, સહિત ઉદવાડાથી ઉમરગામ અને દમણ-સેલવાસના જ્વેલર્સ સંચાલકોએ જણાવ્યુ હતું. તેમજ સરકાર દ્વારા એકસાઇઝ ડયુટી પરત લેવામાં ન આવે તો ઓલ ઇન્ડિયા જ્વેલર્સ ફેડરેશનનાં માર્ગ દર્શન હેઠળ લડત આપવાનું પણ જણાયુ હતું. આમ દેશભરમાં સોના-ઝવેરાતની ડયુટી વધારા માટે વિરોધ વ્યાપેલો છે ત્યારે વાપી જ્વેલર્સ એસોસિયેશનનાં નોંધાયેલ ૧૦૦ થી વધુ સભ્યો સહિત તમામ સંચાલકો દુકાનો બંધ કરી રેલીમાં જોડાયા હતાં.
SOURCE : http://www.sandesh.com/article.aspx?newsid=44244

No comments: