4/01/2012

પંદર દિવસની હડતાળ, રૂપિયા ૨,૨૫૦ કરોડનું નુકસાન

સોનાચાંદીનો ધંધો બંધ રહેવાને કારણે હીરાબજારમાં પણ પંદર દિવસથી કામકાજ ઠપ

એક્સાઇઝના કાળા કાયદા સામે છેલ્લા પંદર દિવસથી દેશભરમાં જબરદસ્ત જંગ છેડાયો છે. નથી સરકાર ઝૂકવાનું નામ લેતી કે નથી જવેલર્સ ઢીલા પડ્યા. આ લડતનું પરિણામ શું આવશે એ તો સમય જ કહેશે, પણ આ પંદર દિવસમાં માત્ર સુરતમાં જ રૂ.૨,૨૫૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.

હડતાળ સોના-ચાંદીના વેપારીઓની છે, પણ તેની આડકતરી અસર અનેક ધંધાઓ પર પડી રહી છે. ખાસ કરીને હીરાબજારને આ હડતાળની વ્યાપક અસર પડી છે. ઓલ ઇન્ડિયા જવેલરી ટ્રેડર્સ ફેડરેશને ૧૭ માર્ચથી સરકાર સામે એક્સાઇઝ દૂર કરવાનું રણશિંગુ ફૂંકર્યું છે.

ઝવેરીઓને એક દિવસ પણ શોરૂમ બંધ રાખવાનું પોષાતું નથી, ત્યાં ૧૫-૧૫ દિવસથી શોરૂમનાં શટર ખૂલ્યાં નથી અને ક્યારે ખૂલશે તે પણ ખબર નથી. સોનાચાંદીનો ધંધો બંધ રહેવાને કારણે સુરતના ઝવેરીઓનો રોજનો રૂપિયા ૧૦૦ કરોડનો ધંધો અટવાઈ ગયો છે. સાથોસાથ હીરાના ધંધાને પણ અસર પડી છે.
SOURCE: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-15-days-strike-2250-crores-loss-3040986.html

No comments: