4/21/2012

સોનું અને સોની મહાજનોની મહત્તા - KANTI BHATT

સોનું પહેરવાથી લોહીનું પરિભમણ સારું રહે છે, મન વિશાળ થાય છે! સ્પિરીટ ઊંચો કરે છે. ચોકલેટ સાથે સોનાના વરખ ખાનારની બુદ્ધિ સતેજ થાય છે. આજે ઓફશિ્યલી ભારતમાં ૯૦૦૦ ટન સોનું છે. ૧૦ લાખને રોજગારી આપે છે.

ખુદા મહેરબાં તો ગધા પહેલવાન. પત્રકારત્વમાં મારા માટે એક પ્રસંગ ૪૫ વર્ષ પહેલાં બન્યો. હું બીમાર પડ્યો. માધુરીબહેન કોટકે મને મુંબઈમાં તેમના મિત્ર ડૉ. કાન્તિલાલની જૈન હોસ્પિટલમાં એક અલગ રૂમ અપાવી. પછી એક દિવસ ડોક્ટર આવ્યા. થોડા નરમ થઈને કહે ‘એક જણને દાખલ કરવો જ પડશે.’ અને મારી રૂમમાં એ ‘જણ’ આવ્યો તે મુંબઈનો મોટામાં મોટો સોનાનો દાણચોર હતો. જે સોનાનો સ્મગ્લર મારી ખાટ સામે સૂતો હતો તેની ખબર કાઢવા માટે યુસુફ પટેલ, હાજી મફતાન, કરીમલાલા વગેરે તમામ સોનાના દાણચોરો આવતા હતા. 

મારી બીમારી પત્રકારત્વની દ્રષ્ટિએ ફળદાયી થઈ. આ તમામ દાણચોરો અને દમણનાં દાણચોરો સાથે ‘દોસ્તી’ થઈ અને હું સોનાનાં વેપાર અને સોનાની દાણચોરીના લેખનો સ્પેશિયાલિસ્ટ બન્યો. વળી મૂળ હું સૌરાષ્ટ્રનો અને દરેક સૌરાષ્ટ્રનું ગામડું એક એક સોની કુટુંબવાળુ હોયજ અને ગામડામાં સોનીને ભરપૂર માનથી જોવાતા. સોની મહાજન, સોની ભગત, મા- સોનારણ એમ માનથી પતિ-પત્નીને બોલાવાતા.

વળી મને સોનું ક્યાંથી સાંભળ્યું. સોના વિશે હું ચાર પુસ્તકો ભરાય તેટલું લખીને અટકી ગયેલો ત્યાં આજે ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર વાંચ્યા (૧૮-૪-૧૨) કે નરેન્દ્ર મોદી કહે છે કે સોના ઉપર બજેટમાં જે નવો વેરો નાખવાની દરખાસ્ત છે તેનાથી દાણચોરી વધશે. નરેન્દ્ર મોદી રાજકારણમાંથી હટીને સોના અંગે આવો તર્કસંગત અને સાચો અભિપ્રાય આપ્યો તેથી આનંદ થયો.
ખાસ તો કોંગ્રેસને કારણે આઝાદી પછી દેશનો કારોબાર જડ, અભિમાની, તુમાખી અને પોતાનો જ કક્કો સાચો એવા કોંગ્રેસીઓના હાથમાં આવ્યો અને ખાસ તો મોરારજીભાઈની સોના પ્રત્યેની અંગત સુગની બોલબાલા હતી ત્યારે તેણે સોના ઉપર ત્રીજું લોચન ખોલ્યું અને ભારતમાં દાણચોરી, ગુનાખોરી, દાઉદો, કરીમલાલાઓ અને હાજીમસ્તાનો જાગ્યા. પણ સૌથી મોટું નુકસાન કોંગ્રેસ અને મોરારજીએ સોનીઓ જે મહાજન ગણાતા તેને સાવ રાંકથી માંડીને બહારવટિયા, ગુનેગાર અને બે નંબરિયા બનાવી દીધા. દેશના ઘરેઘરની ગૃહિણીને મંગળસૂત્ર કે વીંટી કે બંગડી કે એરિંગથી શણગારી આપતા સોની મહાજનો જેને બાળકી ૧૨ દડાડાની થાય ત્યાં કાન વીંધાવવા ગામડામાં બોલાવીને તે દિવસે લાપશી રંધાતી એ મહાજનોની કોંગ્રેસે પત્તર ખાંડી નાખી.
આજે નરેન્દ્ર મોદીના સોના અંગેના સાચા આર્થિક અભિપ્રાય સાથે એક બીજા સમાચાર પણ છે કે ‘ગુજરાત કોંગ્રેસ નાઉ સિકસ ટુ ટર્ન ન્યૂ લીફ.’ અથૉત્ ગુજરાતની કોંગ્રેસ હવે તેનાં અળવીતરાપણા, ગુમાન અને અભિમાનમાંથી બહાર આવીને તદ્દન નવા વાઘા ધરવા માગે છે. અરે સાહેબ! નરેન્દ્ર મોદીને ગુજરાતમાં શું કામ મજા છે? કોંગ્રેસ એટલી મૃત:પ્રાય થઈ છે કે એવું લાગે છે કે મોદીને ગુજરાતમાં રહેવા દે તો તેને પખીયાં આવે ત્યાં સુધી રાજ કરે. ‘ગુજરાત કોંગ્રેસ વિલ ટર્ન ન્યૂ લીફ!!!’ અરે કોંગ્રેસના ભૂતકાળનાં સત્તાના-સાલિયાણાખોરોએ કોંગ્રેસને એટલી ભ્રષ્ટ, બદનામ અને જાહલ કરી નાખી છે કે કોંગ્રેસને મૂળિયા સોતી તેના ઝાડને ઉખેડી નાખી છે. અમરસિંહ ચૌધરીથી માંડીને અને તે પહેલાંના કોંગ્રેસીઓ સત્તાના મૂળ પણ ઉખેડી ઉખેડીને ઝાપટી ગયા છે!

૧૯૫૨માં હું બીકોમ થયો ત્યારે મને કોઈએ ત્યારે ભાવનગરના કોંગ્રેસી જગુભાઈ જે ટીબીના ખાટલે બેઠા રાજ કરતા હતા તે તમામ કોંગ્રેસી દેવેન્દ્ર દેસાઈ, જાદવજી મોદી વગેરે મંડળી એટલા બધા મગરૂર થઈ ગયા કે સૌરાષ્ટ્ર સરકાર અને સૌરાષ્ટ્ર તેમના ‘બાપ’ની જાગીર છે. એવો તોર હતો અને દોર દમામ છેક મોરારજી સુધી હતો અને તેથી જ કોંગ્રેસે એવાં કરતૂતો કર્યા છે કે મોદીને મજા થઈ ગઈ છે. પણ આપણી વાત સોના અને સોનીઓની હતી. સોનીને બે નંબરિયા બનાવીને આ મહાજનોને લઘુજન બનાવનારી કોંગ્રેસને મોટામાં મોટંુ પાપ લાગ્યું છે.


બ્રિટિશ શાસનમાં અને તે પહેલાં ૮૦૦ વર્ષ સુધી સોનું પાટે બેઠેલું. મુકત આયાત નિકાસ હતી. ‘ધ પાવર ઓફ ગોલ્ડ’ નામના પુસ્તકમાં ઈકોનોમિકસ ઓફ ગોલ્ડ ઈન ઈન્ડિયાના પ્રકરણમાં અર્થશાસ્ત્રી રોબર્ટ પ્રિંગલ કહે છે કે ૨૦૦૦ સુધી જગતમાં ઈન્ડિયા સોનાનું સૌથી મોટું આયાતકાર હતું. ભારત વર્ષે ૮૫૫.૨ ટન, અમેરિકા ૩૮૭.૪ ટન, સાઉદી ૨૨૧ ટન, ચીન ૨૦૭ ટન અને તુર્કી ૧૫૭ ટન સોનું આયાત કરતું હતું. કહે છે. સોનું પહેરવાથી લોહીનું પરિભમણ સારું રહે છે, મન વિશાળ થાય છે! સ્પિરીટ ઊંચો કરે છે. સોનાનો પાઉડર ઈજપિ્તની સુંદરી શરીરે લગાવતી. ચોકલેટ સાથે સોનાના વરખ ખાનારની બુિદ્ધ સતેજ થાય છે તેવું મનાતું. ઈન્ટરનેશનલ બેન્ક ઓફ સેટલમેન્ટ કહે છે કે ૧૪૯૩થી ૧૯૩૦ વચ્ચે જગતનું ૧૪ ટકા સોનું ઈન્ડિયામાં હતું.

આજે ઓફિશયલી ભારતમાં ૯૦૦૦ ટન સોનું છે. ૧૦ લાખને રોજગારી આપે છે. ૧ લાખ ગોલ્ડ જવેલરી યુનિટ છે. પણ આજ દિવસ સુધી (ધિક્કાર છે સરકારને! ધિક્કાર છે) કે કદી કોઈ સોની મહાજનને ભારતની ગોલ્ડ પોલિસી વખતે કન્સલ્ટ કર્યો નથી. જગતમાં ૧૪૫૦૦૦ ટન સોનુ છે. તેમાંથી ભારત પાસે ૧૫૦૦૦ ટન છે તેવા આંકડા છે. પણ આંકડા નક્કામા છે એકેએક ગરીબથી માંડીને ટીવીના સ્ટારો કે ધનપતિઓના બૈરાના ગળામાં સોનુ હોય છે. .


સુવર્ણ, સ્વર્ણ, હિરણ્ય, કનક, કંચન, હેમ અને અષ્ટપદા તરીકે ઓળખાતું સોનું ભારતમાં વર્ષે ૮૦ લાખ લગ્નો થાય ત્યારે પ્રથમ યાદ કરાય છે. તુર્કીની સરકારને ધન્યવાદ છે કે તેણે સોનાની આયાત-નિકાસને મુકત રાખી છે કોઈ ડ્યૂટી રાખી નથી. તમામ મુસ્લિમો દેશો આર્થિક સંકટમાં આવ્યા હતા, પણ સોનાને પૂજનારું તુર્કી અને સાઉદી ટેન્શન ફ્રી હતા. સરકારને ડહાપણ આવે અને મોદીની સલાહ માની તેના પર કોઈ વેરો ન નાખે અને તુર્કી જેવું ભારત ઉદાર થાય. આ દેશના સોનીઓએ હડતાળ પાડવી પડે તે કોંગ્રેસ સરકારની શરમ છે. શરમ છે. શરમ છે.
Source: Aas Pass, Kanti Bhatt   |   Last Updated 12:01 AM [IST](19/04/2012)

SOURCE: http://www.divyabhaskar.co.in/article/ABH-aas-pass-kanti-bhatt-gold-and-jeweller-3133116.html


 

4/01/2012

અમદાવાદમાં પૂર્વ વિસ્તારના ઝવેરીઓની વિશાળ સભા યોજાઇ

રવિવારે અમદાવાદમાં પૂર્વ વિસ્તારના ઝવેરીઓની સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ઝવેરીઓ હાજર રહ્યા હતા.

તમામ તસવીરો ઓમકાર ઠાકુર, અમદાવાદ


SOURCE
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-photos-of-meeting-of-jwellers-3043501.html

અઠવાડિયાઓ વીતી ગયા પણ સોનીઓ હજુ અડીખમ, તસવીરો




પંદર દિવસની હડતાળ, રૂપિયા ૨,૨૫૦ કરોડનું નુકસાન

સોનાચાંદીનો ધંધો બંધ રહેવાને કારણે હીરાબજારમાં પણ પંદર દિવસથી કામકાજ ઠપ

એક્સાઇઝના કાળા કાયદા સામે છેલ્લા પંદર દિવસથી દેશભરમાં જબરદસ્ત જંગ છેડાયો છે. નથી સરકાર ઝૂકવાનું નામ લેતી કે નથી જવેલર્સ ઢીલા પડ્યા. આ લડતનું પરિણામ શું આવશે એ તો સમય જ કહેશે, પણ આ પંદર દિવસમાં માત્ર સુરતમાં જ રૂ.૨,૨૫૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.

હડતાળ સોના-ચાંદીના વેપારીઓની છે, પણ તેની આડકતરી અસર અનેક ધંધાઓ પર પડી રહી છે. ખાસ કરીને હીરાબજારને આ હડતાળની વ્યાપક અસર પડી છે. ઓલ ઇન્ડિયા જવેલરી ટ્રેડર્સ ફેડરેશને ૧૭ માર્ચથી સરકાર સામે એક્સાઇઝ દૂર કરવાનું રણશિંગુ ફૂંકર્યું છે.

ઝવેરીઓને એક દિવસ પણ શોરૂમ બંધ રાખવાનું પોષાતું નથી, ત્યાં ૧૫-૧૫ દિવસથી શોરૂમનાં શટર ખૂલ્યાં નથી અને ક્યારે ખૂલશે તે પણ ખબર નથી. સોનાચાંદીનો ધંધો બંધ રહેવાને કારણે સુરતના ઝવેરીઓનો રોજનો રૂપિયા ૧૦૦ કરોડનો ધંધો અટવાઈ ગયો છે. સાથોસાથ હીરાના ધંધાને પણ અસર પડી છે.
SOURCE: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-15-days-strike-2250-crores-loss-3040986.html

આ દેશો પાસે છે દુનિયામાં સૌથી વધારે સોનું

આ દેશો પાસે સોનાના વિશાળ ભંડાર છે. આટલું સોનું જોઇને કોઇની પણ આંખો ફાટેલી રહી શકે છે. તમને જણાવીએ કયા દેશો પાસે કેટલું સોનું છે.

અમેરિકા- તાજેતરના આંકડા પ્રમાણે અમેરિકા હજુ પણ સોનાના ભંડારોની બાબતે દુનિયામાં નંબર એકની જગ્યાએ છે તેની પાસે કુલ 8113.5 ટન સોનું છે.

જર્મની- યુરોપિયન દેશ જર્મની પાસે દુનિયાનો બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. તેની પાસે 3406 ટન સોનું છે.

ઇટાલી- તેની પાસે કુલ 2451 ટન સોનું છે અને તે ત્રીજા ક્રમનો દેશ છે.

ફ્રાન્સ- ફ્રાન્સ 2435.4 ટન સોનાના ભંડાર સાથે દુનિયામાં ચોથા ક્રમે છે.

ચીન- ભારતના પડોશી દેશ ચીન પાસે દુનિયાનો પાંચમા ક્રમનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. હાલમાં જ ચીને પોતાના સોનાના ભંડારમાં વૃદ્ધિ કરી છે, વર્ષ 2009માં ચીન પાસે ફક્ત 600 ટન સોનું હતું જે હવે વધીને 1054.1 ટન થઇ ગયું છે. છેલ્લા 2 વર્ષમાં જ તેના સોનાના ભંડારોમાં 400 ટનનો વધારો થયો છે.

સ્વિટ્ઝરલેન્ડ- યુરોપના આ સુંદર દેશ પાસે લગભગ 1040.1 ટન સોનાના ભંડાર છે.

ભારત- સોનાની બાબતે ભારત 7મા ક્રમે છે. ભારત પાસે 614 ટન સોનું છે અને ભારતને તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાની હજી વધુ ખરીદી કરવાની સલાહ વિશેષજ્ઞો આપી રહ્યા છે.

SOURCE: http://business.divyabhaskar.co.in/article/countries-with-top-gold-reserve-3026453.html

સોના-ઝવેરાત પર ડયૂટી વધારા સામે વાપી જ્વેલર્સ એસો.ની રેલી

વાપી. તા. ૧૯

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલ બજેટમાં સોના-ચાંદી ઝવરાત પર વધારવામાં આવેલ ડયૂટીના વિરોધમાં વાપી જ્વેલર્સ એસોસિયેશન સોમવારે સવારે કાળી પટ્ટી બાંધી સરદાર ચોક થી રેલી કાઢી આદર્શ સોસાયટી ખાતે એક્સાઇઝ કમિશનરને ડયૂટી ઘટાડવા માટે આવેદન પત્ર પાઠવ્યુ હતું.સરકારશ્રીના બજેટમાં સોના-ઝવેરાત પર વધારવામાં આવેલી ડયૂટીના વિરોધમાં ઓલ ઇન્ડિયા જ્વેલર્સ ફેડરેશને આપેલ ત્રિ-દિવસીય હડતાલના એલાનમાં વાપી જ્વેલર્સ એસોસિયેશન પણ જોડાતા સોમવારે સવારે ઉદવાડાથી ઉમરગામ તેમજ સેલવાસ-દમણની જ્વેલર્સના સંચાલકો વાપી સરદાર ચોક ખાતે એકત્ર થઇ કાળી પટ્ટી બાંધીને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ એકસાઇઝ કમિશનર વાપીને ડયૂટી ઘડાટવા માટેનું આવેદનપત્ર પાઠવી એની જાણ દેશના નાણાંમત્રી સુધી પહોંચાડવા વાપી જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ જૈન, સહિત ઉદવાડાથી ઉમરગામ અને દમણ-સેલવાસના જ્વેલર્સ સંચાલકોએ જણાવ્યુ હતું. તેમજ સરકાર દ્વારા એકસાઇઝ ડયુટી પરત લેવામાં ન આવે તો ઓલ ઇન્ડિયા જ્વેલર્સ ફેડરેશનનાં માર્ગ દર્શન હેઠળ લડત આપવાનું પણ જણાયુ હતું. આમ દેશભરમાં સોના-ઝવેરાતની ડયુટી વધારા માટે વિરોધ વ્યાપેલો છે ત્યારે વાપી જ્વેલર્સ એસોસિયેશનનાં નોંધાયેલ ૧૦૦ થી વધુ સભ્યો સહિત તમામ સંચાલકો દુકાનો બંધ કરી રેલીમાં જોડાયા હતાં.
SOURCE : http://www.sandesh.com/article.aspx?newsid=44244

ગોલ્ડ ઇટીએફને નાબૂદ કરો: જીજેએફ

નેશનલ જ્વેલર્સ સંસ્થા ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને(જીજેએફ) ગોલ્ડ ઈટીએફને નાબૂદ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધતાં લોકો સોના અને ઘરેણાંની ખરીદી ટાળી રહ્યાં છે.

ભારતમાં ગોલ્ડ ઈટીએફની કોઈ જરૂર નથી, આ પ્રકારના ઇટીએફ પર ૨પ ટકા જેટલો કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાદવાની ભલામણ જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન બચ્ચરાજ બામલવાએ કરી છે.

ગોલ્ડ ઇટીએફ એક પ્રકારનું ગોલ્ડ ડિમેટ એકાઉન્ટ છે જેમાં ગ્રાહક તેની ક્ષમતા અનુસાર સોનાના યુનિટ ખરીદી શકે છે અને જરૂર પડયે તેને સોનામાં રૂપાંતરિત કરી શકે છે.

SOURCE:http://business.divyabhaskar.co.in/article/jewellers-body-seeks-abolition-of-gold-etfs-2973041.html

પ્રણવદા સહેજ નમશે... અનબ્રાન્ડેડ જ્વેલરી પરની એક્સાઇઝ પાછી ખેંચી શકે છે

નવી દિલ્હીઃ બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવાના સરકારના પ્રસ્તાવ સામે ઝવેરાતના વેપારીઓના ભારે વિરોધ સામે નમતું જોખીને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ અનબ્રાન્ડેડ સોનાના દાગીના પરનો એક્સાઇઝ ડ્યૂટીમાંનો વધારો પાછો ખેંચી લેવાનો સંસદમાં નિર્દેશ આપ્યો હતો, પરંતુ સોના અને પ્લેટીનમ પરની આયાત ડ્યૂટીમાં કરાયેલો વધારો પાછો ખેંચવાનું સાફ નકારી કાઢ્યું હતું.

આ ઉપરાંત રૂ. ૨ લાખથી વધુ કિંમતના દાગીનાની ખરીદી માટે પાન કાર્ડનો ઉપયોગ ફરજિયાત કરવાના પ્રસ્તાવની પણ પુનર્વિચારણા કરવાનું નાણાં પ્રધાને વચન આપ્યું હતું.

‘‘નાના ઝવેરીઓની મુશ્કેલીઓ હું સમજું છું અને એટલા માટે એ અંગે વિચારણા કરી રહ્યો છું. આજથી અને ખરડો પસાર થાય એ વચ્ચેના સમયગાળા દરમિયાન આ અંગે હું કોઇ સ્વીકાર્ય ગોઠવણ રજૂ કરીશ, ’’એમ મુખરજીએ વર્ષ ૨૦૧૨-૧૩ માટેના બજેટ અંગેની ચર્ચાનો ઉત્તર આપતાં લોકસભામાં જણાવ્યું હતું.

સોનાના બ્રાન્ડેડ દાગીનાઓ ઉપર લદાયેલી એક ટકાની એક્સાઈઝ ડ્યૂટીના પરીઘમાં અનબ્રાન્ડેડ દાગીનાને પણ આવરી લેવાના નિર્ણય સામે દેશભરમાં સોનાચાંદીના વેપારીઓના ભારે વિરોધ-હડતાળનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા.

આ ડ્યૂટીની અસર લાભદાયી નીવડશે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરો એવી માગણી ભાજપના નેતા યશવંત સિંહાએ કરતાં મુખરજીએ જણાવ્યું હતું કે હું એ માગણીની ચકાસણી કરીશ પરંતુ કાનૂની ગૂંચવણને ગણતરીમાં લીધા વિના કંઇ કહી શકું નહીં.

સોનાની આયાત ડ્યૂટીમાં બેથી ચાર ટકાનો વધારો કરવાના સરકારના પગલાનો પણ વિરોધ થયો છે એમાં ઘટાડાની માગણી અંગે તેમણે જણાવ્યું હતું કે સોનું આપણી સંસ્કૃતિનો એક ભાગ છે એ હું સુપેરે જાણું છું પરંતુ તેમણે સાથે એમ જણાવ્યું હતું કે ‘ડેડ ઇન્વસ્ટમેન્ટ’ની આયાતના પરિણામે કિંમતી વિદેશી હૂંડિયામણનો વ્યય થાય છે. ગયા નાણાંકીય વર્ષમાં ભારતે ૪૬ અબજ ડોલરના સોનાની આયાત કરી હતી, જે ક્રૂડ ઓઇલથી બીજે ક્રમાંકે છે.

તેમણે કાચા રેશમની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગણી અંગે પણ વિચારણા કરવાનું વચન આપ્યું હતું. (એજન્સી)

SOURCE: http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43872

જકાતવૃદ્ધિ અને એકસાઈઝના વિરોધમાં જ્વેલરોના વિરોધપ્રદર્શનો જારી

મુંબઈઃ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજપત્રીય પ્રસ્તાવોમાં નાણા પ્રધાને સોના પરની એક્સાઈઝ ડ્યૂટીમાં કરેલો વધારો તેમ જ અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક્સાઈઝ લાદવાના મૂકેલા પ્રસ્તાવના વિરોધમાં આજે બજાર બંધ રહી હતી. જોકે, વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાચાંદીના ભાવ નરમાઈતરફી રહ્યા હોવાના અહેવાલ હતા.

નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ અંદાજપત્રમાં અનબ્રાન્ડેડ જ્વેલરી પર એક ટકો એક્સાઈઝ અને સ્ટાન્ડર્ડ ગોલ્ડ બાર્સ, ગોલ્ડ કોઈન અને પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી બમણી કરીને ચાર ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારના આ પ્રસ્તાવથી દેશમાં રિટેલ સ્તરે સોનાના ભાવમાં છ ટકાનો વધારો થાય તેવી શકયતાને ધ્યાનમાં લેતાં વેપારીઓએ દેશભરમાં બંધનું હથિયાર ઉગામ્યું છે. બોમ્બે બુલિયન એસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે અમે સરકારના પ્રતિસાદ માટે બે દિવસ સુધી રાહ જોયા બાદ આગામી નિર્ણય લેશું.

અત્રે નોંધનીય બાબત એ છે કે પ્રવર્તમાન લગ્નગાળો પૂરજોશમાં છે અને ૧૨ દિવસના બંધસંધના માહોલમાં દેશભરમાં અંદાજે રૂ. ૧૦,૦૦૦ કરોડના વેપારને ફટકો પડ્યો છે. ઉપરાંત નાણાપ્રધાને એવું વિધાન દોહરાવ્યું હતું કે તેઓ કદાચ એક્સાઇઝ વિશે ફેરવિચારણા કરશે. પરંતુ આયાત જકાતમાં ઘટાડો કરવાની માગણી તેમણે સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સ્થાનિક સ્તરે મંગળવારે બોરીવલી પશ્ચિમ ખાતે સભા યોજ્યા બાદ ઝવેરીઓએ બુધવારે એક્સાઇઝ અને ઇન્સ્પેકટર રાજના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પ્રચંડ રેલી કાઢી હતી.આજે મલાડ ખાતે આ પ્રકારના મોરચાનું આયોજન છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ખાસ કરીને ક્રૂડતેલના ભાવ ઘટી આવતાં ફુગાવામાં ઘટાડો થવાના આશાવાદે સોનામાં ફુગાવાલક્ષી માગનો અભાવ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાચાંદીના ભાવમાં નરમાઈનો ટોન રહ્યો હતો. આજે બપોરે સાડાચાર વાગ્યે લંડન ખાતે સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨૧ ટકા ઘટીને ૧૬૭૫.૯૬ ડૉલર અને ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨૨ ટકા ઘટીને ૩૨.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

SOURCE:http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43946

જ્વેલર્સના માથે ગોલ્ડ કંટ્રોલ એક્ટ? સેન્ટ્રલ એક્સાઈઝનું રજિસ્ટ્રેશન કોણે કરાવવું જોઈએ?-એક્સાઇઝ - ધનસુખ શાહ

વર્ષ ૧૯૯૦માં ભારત સરકારે રદ કરેલો ગોલ્ડ કંટ્રોલ એક્ટ ઈ. સ. ૨૦૧૨માં તેના નવા નામકરણ સાથે સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ ૧૯૪૪ હેઠળ બજેટ દ્વારા અમલમાં આવ્યો છે. બ્રાન્ડેડ/અનબ્રાન્ડેડ ગોલ્ડ જ્વેલરી વચ્ચેનો ભેદ કાઢીને બધા જ સોનાના દાગીના પર ૧.૩૦ ટકા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી નાખવામાં આવી છે. આ નવેસરથી નાખેલી ડ્યૂટીનો અમલ ૧૭ માર્ચ ૨૦૧૨થી શરૂ થયો છે.

સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી એટલે કે ઉત્પાદન પર લેવાતી જકાત. એટલે ‘મેન્યુફેક્ચરર ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ઓરનામેન્ટ’ તરીકે પ્રત્યેક જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવા પાત્ર છે. ગોલ્ડ કંટ્રોલ એક્ટ ૧૯૬૮ અમલમાં હતો ત્યારે ડીલરે પોતાના કબજા હેઠળના સોનાના દાગીનાનો વ્યવસ્થિત હિસાબ રાખવો પડતો. બિનહિસાબી સોનાના દાગીના દુકાનમાં મળી આવે તો તે સોનાના દાગીના જપ્ત થતા હતા. જપ્ત થયેલા સોનાના દાગીના ફાઈન અને પેનલ્ટી ભરીને છોડાવી લાવવા પડતા હતા. દેશભરમાં લગભગ પાંચેક લાખ જેટલા જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝની જાળમાં આવી ચૂક્યા છે ત્યારે કાયદાનુસાર જ્વેલર્સ તરીકેનો ધંધો કેવી રીતે કરવો એ જાણીએ. કાયદા પ્રમાણે ધંધો કરવો મુશ્કેલ તો રહેશે જ. સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ ૧૯૪૪ હેઠળ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એક્ઝમ્પશન સ્કીમ હેઠળ પ્રત્યેક સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને રૂ. દોઢ કરોડની કિંમતનો માલ એક્સાઈઝ ડ્યૂટી ભર્યા વિના વેચવાનો હક નોટિફિકેશન નંબર ૮/૨૦૦૩ (સેન્ટ્રલ એક્સાઈઝ) હેઠળ છે, પરંતુ આ સ્કીમનો ફાયદો લેવા માટે નોટિફિકેશનમાં નિર્દેશ કરેલી શરતોનું પાલન કરેલું હોવું જોઈએ. ૨૦૧૧-૧૨ના ફાઈનાન્શિયલ વર્ષમાં સોનાના દાગીનાનું એકંદર વેચાણ રૂ. ૪ કરોડથી વધુ થવા ન પામ્યું હોય તો જ તે જ્વેલર્સ ૨૦૧૨-૧૩ના વર્ષમાં રૂ. દોઢ કરોડની કિંમતના સોનાના દાગીના ડ્યૂટી ભર્યા વિના વેચી શકશે. આ સિવાય પણ અન્ય નિર્દિશક શરતોનું પાલન થતું હોય તો જ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એક્ઝમ્પશન સ્કીમનો ફાયદો લઈ શકાશે. એનો ફાયદો લેનારે નિશ્ચિત કરેલા ફોર્મમાં અમુક વિગતોનું ડિક્લેરેશન નોંધાવવું પડે, ત્યાર બાદ જ એકઝમ્પશન સ્કીમનો ફાયદો લઈ શકાશે.

ડ્યૂટી ભરવાની જવાબદારીઃ સોનાના દાગીના એ ફક્ત એક્સાઈઝેબલ નહીં, પરંતુ કરપાત્ર છે. એક્સાઈઝ એક્ટ મુજબ સોનાના દાગીનાનું જે ઉત્પાદન કરે તે સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી ભરવાને જવાબદાર છે. ડ્યૂટી દાગીનાની વેચાણ કિંમતના આધારે ભરવાની છે. સોનાના દાગીનાનું ઉત્પાદન જ્વેલર્સ પોતે નથી કરતા હોતા પરંતુ કારીગરો - સોનીઓ પાસે જોબવર્કના ધોરણે કરાવી લેતા હોય છે. કાનૂની દષ્ટિએ એક્સાઈઝ ડ્યૂટી ભરવાની જવાબદારી કારીગરને માથે આવે છે, પરંતુ સરકારે કારીગરોને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવામાંથી શરતી મુક્તિ આપી છે. ડ્યૂટી ભરવાની જવાબદારી કારીગરને સોનાના દાગીના ઘડવાનું કામ જોબવર્કના ધોરણે એટલે કે સોનું આપીને કરાવી લેનારા જ્વેલર્સને માથે નાખવામાં આવી છે. આ બાબતમાં કાયદામાં જરૂરી સુધારો ગયા વર્ષે જ કર્યો હતો. એટલે ડ્યૂટી ભરવાની જવાબદારી ગોલ્ડ જ્વેલર્સની છે.

સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશનઃ સોનાના દાગીનાનું ઉત્પાદન કરનારા સોનીઓએ એટલે કે કારીગરોએ સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન (લાઇસન્સ) લેવાની જરૂર નથી. જ્વેલર્સ દાગીના ઘડવાનો ઓર્ડર ‘જોબવર્ક’ના ધોરણે આપે એ વ્યાપારીએ સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશન લેવું ફરજિયાત છે. સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવા માટે પ્રથમ સેન્ટ્રલ એક્સાઈઝ રજિસ્ટ્રેશન લેવું આવશ્યક છે. પ્રત્યેક જ્વેલર્સે રજિસ્ટ્રેશનની અરજી ઓન-લાઈન કરવાની રહે છે. આ માટેની વેબસાઈટનું સરનામુંઃ ઱્ીણૂફૂસ્ર્.રંરુ.જ્ઞ્ઁ છે. એકવાર ઓન-લાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી સંબંધિત અધિકારીને તેની નકલ આપવી હિતાવહ છે અને ત્યાર બાદ કેટલાક ડોક્યુમેન્ટ સાદર કરવા જરૂરી છે. એક વખત આપેલું રજિસ્ટ્રેશન કાયમ માટે કાયદેસર ગણાશે. રજિસ્ટ્રેશનનું રિન્યુઅલ કરાવવાની જરૂર નહીં પડે. રજિસ્ટ્રેશન મેળવવા માટે કોઈ પણ ફી ચૂકવવાતી નથી. સર્ટિફિકેટ મળ્યા પછી જ્વેલર્સે અહીં દર્શાવેલ વિગતો વિભાગને આપવાની રહેશે. (૧) વપરાશમાં લેવાના ઈન્વોઈસ-બુકના સિરિયલ નંબર., (૨) અધિકૃત વ્યક્તિનું નામ, હોદ્દો અને સરનામું (ટેલિફોન નંબર), (૩) દુકાનમાં રાખવામાં આવતા સર્વ પ્રકારના હિસાબી દસ્તાવેજોની યાદી

જ્વેલર્સ એક કરતાં વધુ ઈન્વોઈસ બુકઃ જ્વેલર્સ એક કરતાં વધુ ઈન્વોઈસ-બુક રાખી શકે નહીં. ઈન્વોઈસમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીની વિગત અલગ રીતે દર્શાવતી કોલમ રાખવી પડશે. અર્થાત ફક્ત કમર્શિયલ ઈન્વોઈસ નહીં ચાલે, પરંતુ એક્સાઈઝ ઈન્વોઈસ તેના ઠરાવિક ફોર્મમાં નવેસરથી છપાવવું પડશે. જો કોઈ જ્વેલર્સ સ્થાનિક વેચાણ સિવાય નિકાસ કરે તો તે એ સંબંધી સ્થાનિક વેચાણ અને નિકાસનું વેચાણ એમ અલગ અલગ ઈન્વોઈસ બુક રાખી શકશે અને તે અંગેની જાણ ડિપાર્ટમેન્ટને કરવાની રહેશે.

ટ્રેડિંગ માટે અલગ ઈન્વોઈસ-બુક રાખવીઃ સોનાના દાગીનાની ટ્રેડિંગ એક્ટિવિટી ઉપર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી લાગતી નથી. આથી સોનાના દાગીનાનું માત્ર ટ્રેડિંગ કરનાર જ્વેલર્સ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીના દાયરામાં આવતા નથી. પરિણામે એક્સાઈઝ ડ્યૂટીની ચૂકવણી કરવાની જવાબદારી પણ ટ્રેડરના માથે આવતી નથી. એક જ્વેલર્સ બે કેપેસિટીમાં પોતાનો વ્યાપાર કરી શકે છે. એક મેન્યુફેક્ચરર તરીકે અને બીજો ટ્રેડર તરીકે એક જ દુકાનમાંથી વ્યવહાર કરી શકાય છે. પરંતુ આવા બે પ્રકારના વ્યવહારની જાણ અગાઉથી સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને કરવાની રહે છે.

ઈન્વોઈસમાં વિગતોઃ જ્વેલર્સનો એક્સાઈઝ રજિસ્ટ્રેશન નંબર, સંબંધિત એક્સાઈઝ-ડિવિઝનનું સરનામું, દાગીના ખરીદ અથવા ગ્રાહક કે કન્સાઈનીની સંપૂર્ણ વિગત, દાગીનાનું વર્ણન. દાગીનાનું સેન્ટ્રલ એક્સાઈઝ ટેરિફ એક્ટ હેઠળ વર્ગીકરણ., દાગીના વેચ્યાની તારીખ અને સમય, ડ્યૂટીનો દર., દાગીનાની ગુણવત્તા, મૂલ્ય અને વજન, ભરવાપાત્ર થતી ડ્યૂટીની રકમ. કાયદાનુસાર એક્સાઈઝ ઈન્વોઈસની ત્રણ નકલ બનાવવી જરૂરી છે. ઈન્વોઈસ પર મૂળ નકલ, બીજી નકલ અને ત્રીજી નકલ અલગ રીતે લખવું જરૂરી છે. જ્વેલર્સની બાબતમાં સરકાર ત્રણ કોપીની બદલે બે જ કોપી ઈન્વોઈસની કાઢવાની મંજૂરી આપી શકે છે. એક્સાઈઝ ડિપાર્ટમેન્ટની મંજૂરી વિના એક કરતા વધુ ઈન્વોઈસ-બુક વપરાશમાં લઈ શકાય નહીં. સ્થાનિક વેચાણ, નિકાસ અને ટ્રેડિંગ માટેની ઈન્વોઈસ-બુકના સિરિયલ નંબર અલગ હોવા જરૂરી છે.

કમ્પ્યુટરાઈઝડ ઈન્વોઈસ ઃ જ્વેલર્સ ઈચ્છે તો કમ્પ્યુટરાઈઝડ ઈન્વોઈસ બનાવી શકે છે. ઈન્વોઈસનો સિરિયલ નંબર કમ્પ્યુટર દ્વારા પ્રિન્ટ થતો હોય તો એક નંબર એક જ ઈન્વોઈસને આપવામાં આવે એ જરૂરી છે. જ્વેલર્સ બાકીની કોપી બાઈન્ડિંગ કરાવીને પોતાની પાસે રાખી શકે છે. આ બાબતમાં ‘વેટ’ની બાબતમાં નિશ્ચિત થયેલી માર્ગદર્શિકા પણ અપનાવી શકાય છે.

જ્વેલર્સે કયા દસ્તાવેજ રાખવા પડે? દરેક જ્વેલર્સ-ઉત્પાદકે સેન્ટ્રલ એક્સાઈઝ રૂલ્સ ૧૦ મુજબ દાગીનાનું ઉત્પાદન અને વેચાણ અંગેની વિગતો દર્શાવતું ‘ડેઈલી સ્ટોક એકાઉન્ટ’ રાખવું આવશ્યક છે. આ સિવાય ‘જોબવર્ક’ના ધોરણે દાગીના બનાવવાનું કામ સોંપતા હોઈએ ત્યારે અગાઉના ગોલ્ડ કંટ્રોલ એક્ટમાં નિશ્ચિત થયેલ જેવા રજિસ્ટર અને ચલણ બુક રાખવા આવશ્યક છે. જોબવર્ક માટેનું ચલણ, જોબવર્ક માટે સોનું મોકલતી વખતે સોનાની એન્ટ્રી લખવાનું રજિસ્ટર તેમા જ જોબવર્કરે પણ અલગથી પોતાની સાથે રજિસ્ટર રાખવું પડશે. ડ્યૂટીની ચૂકવણી દાગીનાની એકંદર વેલ્યુના આધારે કરવાની હોય છે. વેચાણ-કિંમત એટલે કે ઈન્વોઈસ-વેલ્યુના ૩૦ ટકાના આધારે ડ્યૂટીની ગણતરી કરવાની રહે છે. જ્વેલર્સે ૧ ટકાના દરે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ભરવાનો વિકલ્પ અપનાવ્યો હવાથી આયાતી સોના પર ભરવામાં આવેલી ડ્યૂટીની ક્રેડિટ લઈ શકાશે નહીં.

સરકાર અને જ્વેલર્સ વચ્ચે વાટાઘાટ ચાલુ છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમના વડાએ વ્યાપારીઓને વિધિ-વિધાનની બાબતમાં વધુ સવલતો આપવાનું વચન આપ્યું છે. સવલતો માટે જ્વેલર્સ વર્ગે રાહ જોવી પડશે.

(લેખક સેન્ટ્રલ એક્સાઈઝના વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે)
SOURCE:http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=43502

માણેકચોકમાં ગોલ્ડ કંટ્રોલ એક્ટના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદ, તા. ૩૧

જ્વેલર્સની હડતાળના ૧૫માં દિવસે માણેકચોકમાં સોનીભાઇઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડ કંટ્રોલ એક્ટમાં ઇન્સ્પેક્ટરરાજનો ભોગ બનેલા સોનીભાઇઓના ભૂતકાળના ઊંડા ઝખમો આજે પણ રૂ ઝાયા નથી. ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે કસ્ટમ અને એક્સાઇઝના અધિકારીઓની ધોંસ એટલી ખરાબ રીતે વધી ગઇ હતી કે, કેટલાક લોકોએ જ્વેલરીનો ધંધો છોડી દીધો અને કેટલાક આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. દેશભરમાં ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે કસ્ટમ એક્સાઇઝ અધિકારીઓના કારણે કુલ બે લાખ, પાંચ સોનીભાઇઓએ આપઘાત કર્યા હોવાનો સત્તાવાર આંકડો છે, એમાં કેટલાક અમદાવાદના જ્વેલર્સનો પણ સમાવેશ થાય છે.

શ્રી ચોક્સી મહાજનના પ્રમુખ હર્ષવદન ચોક્સીએ જણાવ્યું કે, ઇન્સ્પેક્ટરરાજના ત્રાસથી જિંદગી ટૂંકાવી દેનારા જ્વેલર્સને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માણેકચોકમાં યોજાયેલા ઘંટનાદ કાર્યક્રમમાં ૩,૦૦૦થી વધુ જ્વેલર્સે ભાગ લીધો હતો. દેશભરના જ્વેલર્સ ઇન્સ્પેક્ટરરાજનો ત્રાસ આજે પણ ભૂલ્યા નથી. આ મુદ્દે નિવેડો ન આવે ત્યાં સુધી દુકાનોનાં શટર ન ખોલવા મક્કમ છે.

૧૯૬૩માં ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે ઇન્સ્પેક્ટરરાજનો ભોગ બની બે લાખ જ્વેલર્સે આત્મહત્યા કરી હતી

અમદાવાદ પૂર્વ વિસ્તાર જ્વેલર્સ એસોસિયેશન દ્વારા પહેલી એપ્રિલે સવારે ૧૧ વાગ્યો કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડનાં મેદાન ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ, કારીગરો હાજરી આપશે.

SOURCE: http://www.sandesh.com/article.aspx?newsid=47405