4/01/2012

માણેકચોકમાં ગોલ્ડ કંટ્રોલ એક્ટના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદ, તા. ૩૧

જ્વેલર્સની હડતાળના ૧૫માં દિવસે માણેકચોકમાં સોનીભાઇઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડ કંટ્રોલ એક્ટમાં ઇન્સ્પેક્ટરરાજનો ભોગ બનેલા સોનીભાઇઓના ભૂતકાળના ઊંડા ઝખમો આજે પણ રૂ ઝાયા નથી. ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે કસ્ટમ અને એક્સાઇઝના અધિકારીઓની ધોંસ એટલી ખરાબ રીતે વધી ગઇ હતી કે, કેટલાક લોકોએ જ્વેલરીનો ધંધો છોડી દીધો અને કેટલાક આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. દેશભરમાં ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે કસ્ટમ એક્સાઇઝ અધિકારીઓના કારણે કુલ બે લાખ, પાંચ સોનીભાઇઓએ આપઘાત કર્યા હોવાનો સત્તાવાર આંકડો છે, એમાં કેટલાક અમદાવાદના જ્વેલર્સનો પણ સમાવેશ થાય છે.

શ્રી ચોક્સી મહાજનના પ્રમુખ હર્ષવદન ચોક્સીએ જણાવ્યું કે, ઇન્સ્પેક્ટરરાજના ત્રાસથી જિંદગી ટૂંકાવી દેનારા જ્વેલર્સને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માણેકચોકમાં યોજાયેલા ઘંટનાદ કાર્યક્રમમાં ૩,૦૦૦થી વધુ જ્વેલર્સે ભાગ લીધો હતો. દેશભરના જ્વેલર્સ ઇન્સ્પેક્ટરરાજનો ત્રાસ આજે પણ ભૂલ્યા નથી. આ મુદ્દે નિવેડો ન આવે ત્યાં સુધી દુકાનોનાં શટર ન ખોલવા મક્કમ છે.

૧૯૬૩માં ગોલ્ડ કંટ્રોલ એક્ટના કારણે ઇન્સ્પેક્ટરરાજનો ભોગ બની બે લાખ જ્વેલર્સે આત્મહત્યા કરી હતી

અમદાવાદ પૂર્વ વિસ્તાર જ્વેલર્સ એસોસિયેશન દ્વારા પહેલી એપ્રિલે સવારે ૧૧ વાગ્યો કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડનાં મેદાન ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ, કારીગરો હાજરી આપશે.

SOURCE: http://www.sandesh.com/article.aspx?newsid=47405

No comments: