5/09/2012

રિટર્નની રેસમાં ઈ-ગોલ્ડ આગળ નીકળી ગયું


મુંબઈ, તા. ૫

ઇલેક્ટ્રોનિક સ્વરૂ પે સોનામાં રોકાણ નફાકારક સાબિત થઇ રહ્યું છે. આ રોકાણ અન્ય કોઇ સાધન કરતાં સરળ હોઇ આ ફોર્મેટ રોકાણકારોમાં ઝડપથી પ્રચલિત થઇ રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૨માં ઈ-ગોલ્ડે લગભગ ૨૭ ટકાનું રિટર્ન આપ્યું છે, બીજી તરફ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ ગોલ્ડ ઇટીએફમાં ૨૩ ટકા રિટર્ન રહ્યું છે. ઈ-ગોલ્ડમાં ડોક્યુમેન્ટ ચાર્જિસ ઓછા અને પ્રક્રિયા સરળ રહેવાને કારણે ઝડપથી સ્વીકાર્ય બની ગયું હોવાનું બજારના નિષ્ણાતોનું કહેવું છે. રોકાણકાર એક ગ્રામ, આઠ ગ્રામ, દસ ગ્રામ અને એક કિલોગ્રામમાં ફિઝિકલ ડિલિવરી લઇ શકે છે.

ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોને વધુ ચાર્જિસ લાગે છે, ઉપરાંત ૧.૫ ટકાનો એસેટ મેનેજમેન્ટ ચાર્જ લાગે છે. ઈ-ગોલ્ડની માફક ઈ-સિલ્વર પણ રોકાણકારોએ ઝડપથી અપનાવી લીધું છે. છેલ્લાં બે વર્ષમાં ચાંદીએ ઊંચું રિટર્ન આપતાં રોકાણકારોમાં તેનું આકર્ષણ વધી ગયું છે. તમામ ઈ-સિરીઝમાં કોમોડિટી ટ્રેડિંગ માટે ફિઝિકલ બેન્ચમાર્ક કિંમતોનો માપદંડ અપનાવવામાં આવે છે.

  • છેલ્લાં બે વર્ષમાં ઈ-ગોલ્ડમાં ૬૭.૩૦ ટકા રિટર્ન છૂટયું
નેશનલ સ્પોટ એક્સ્ચેન્જના એમડી અંજની સિંહાના જણાવ્યા પ્રમાણે ગયા નાણાકીય વર્ષમાં સાત લાખ રોકાણકારોએ રોજના રૂ . ૧૦૦થી ૧૫૦ કરોડનું વોલ્યૂમ ટર્નઓવર કર્યું છે. ગોલ્ડ ઇટીએફમાં આ પ્રમાણે રૂ . ૩૦-૪૦ કરોડનું રહ્યું છે. ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ટ્રેડિંગમાં વર્ષે ૨૫ ટકાના દરે વધારો થઇ રહ્યો છે. ડિમટિરિયલાઇઝ સ્વરૂ પમાં ટ્રેડિંગની સુવિધાને કારણે લોકોએ ઝડપથી અપનાવી લીધું છે. એક્સ્ચેન્જ પર ઈ-સિલ્વરમાં રોજના રૂ . ૨૫૦ કરોડથી વધુનાં વોલ્યૂમ થાય છે, આમાં ૩૦ ટકાથી વધારે ભાગીદારી વધી રહી છે. છેલ્લાં બે નાણાકીય વર્ષમાં ઈ-ગોલ્ડમાં ૬૭.૩૦ ટકા રિટર્ન મળ્યું છે જે ગોલ્ડમાં રોકાણ માટેના કોઇ પણ ફોર્મેટમાં સૌથી ઊંચું રિટર્ન છે.
એન્જેલ બ્રોકિંગના એસોસિયેટ ડિરેક્ટર નવીન માથુરનું કહેવું છે કે, ગોલ્ડ ઇટીએફમાં ઇન્ક્રિમેન્ટ ચાર્જિસ લાગવાને કારણે રોકાણકારો ઈ-ગોલ્ડ તરફ વળી ગયા છે. ઈ-ગોલ્ડમાં હોલ્ડિંગ વેચવું હોય તો સામે ફિઝિકલ સોનાની ડિલિવરીનો વિકલ્પ મળે છે. ગોલ્ડ ઇટીએફ ૨૦૦૭માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૧ના વર્ષમાં ગોલ્ડ ઇટીએફના રોકાણમાં પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
 
SOURCE: http://www.sandesh.com/article.aspx?newsid=48476

No comments: