5/09/2012

સોનું ભારતને ડૂબાડશે!, ચોંકાવનારો ખુલાસો થયો

સોનાના પ્રતિ ભારતીયોનો પ્રેમ જોઇને ઉદ્યોગ અને વાણિજય સંગઠન એસોચેમે ચિંતા વ્યક્ત કરી છે. એક ચોંકવાનારા રિપોર્ટમાં એસોચેમે ખુલાસો કર્યો છે કે સોનાની પ્રતિ વધતા પ્રેમના લીધે ભારતને ઘણી આર્થિક નુક્સાની સહન કરવી પડી રહી છે. જો
આમને આમ ચાલતું રહ્યું તો નુક્સાની ઘણી વધી શકે છે. આર્થિક પ્રગતિની ઝડપ ઢીલી પડતા અને ઊંચી કિંમતો છતાંય સોનાને લઇને ભારતીયોનો પ્રેમ ઓછો થઇ રહ્યો નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં સોનાની આયાત સરેરાશ 26.8 ટકાના દરથી વધી છે.

ઉદ્યોગ અને વાણિજય સંગઠન એસોચેમે સોનાની આયાત પર કેન્દ્રિત એક રિપોર્ટમાં કહ્યું છે કે દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 2010-11માં વધીને 9.6 ટકા થઇ ગયો જ્યારે 2001-02માં તે 8.1 ટકા પર હતો.

ખાસ કરીને 2008ની સાલથી સોનાની આયાતમાં ખાસ તેજી જોવા મળી રહી છે. 2008-09માં સોનાની આયાત 23 ટકા વધી હતી, જ્યારે 2009-10માં તે 38.1 ટકાના દરથી વધી હતી. ગયા નાણાંકીય વર્ષમાં સોનાનો આયાત વૃદ્ધિ દર 18.3 ટકા રહ્યો. આમ આ રીતે વૈશ્વિક આર્થિક મંદી માથું ઊંચકતા સોનાની આયાતમાં સરેરાશ 26.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

એસોચેમનું કહેવું છે કે ભારતીયોના દિલમાં હજુ પણ સોનાને લઇને જૂનો પ્રેમ યથાવત છે, પરંતુ સોનું ઉત્પાદક સંપત્તિ ન હોવાના લીધે અર્થતંત્રને આગળ વધારવામાં તેનાથી કોઇ મદદ મળી રહી નથી. આ સિવાય સોનાની આયાત પર ક્રૂડતેલની આયાત બાદ સૌથી વધુ વિદેશી મુદ્રા પણ ખર્ચ થઇ રહી છે.

સ્થિતિ એ છે કે દુનિયામાં સોનાની એક તૃત્યાંશ માંગ ભારતમાંથી પેદા થઇ છે. વૈશ્વિક સ્તર પર સોનાની ખરીદીના મામલામાં ભારત ચીનથી પણ આગળ છે અને પોતાની વિદેશી મુદ્રાનો બહુ મોટો હિસ્સો તેના પર ખર્ચ કરી દે છે. પરંતુ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ચીનના વિશાળ વિદેશી મુદ્રા ભંડારનો અંદાજે 8.81 ટકા જ છે.

એસોચેમના આર્થિક નજરથી અનુત્પાદક સોનાની માંગને ઓછી કરવા માટે સરકાર પાસેથી આકર્ષક નાણાંકીય વિકલ્પ એકત્ર કરવાનો અનુરોધ કર્યો છે. દેશના અંદાજે 21 ટકા ગ્રામીણ વસતીની જ બેન્કો સુધી સીધી પહોંચવાથી લોકો સોનાનો નાણાંકીય વિકલ્પોનો ફાયદો ઉઠાવી શક્તા નથી. આ અંગે સરકારે જાગૃતતા અભિયાન પણ ચલાવવું જોઇએ.

SOURCE: http://www.wealthbuilder.co.in/index.php?option=com_content&view=article&id=12327:2012-03-02-07-05-26&catid=55:2010-11-26-06-59-32&Itemid=82

No comments: