5/09/2012

દ્વારકાધિશના ચરણોમાં ધર્યા ૧૦૮ તોલા સોનાના દાગીના

દ્વારકા તા.૧૭
જામનગર જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે સવારે અમદાવાદના એક મહિલાએ દ્વારકાધીશના ચરણોમાં આશરે રૂ.૩૦ લાખની કિંમતના ૧૦૮ તોલા સોનાના દાગીના અર્પણ કર્યા હતા. પવિત્ર યાત્રાધામ દ્વારકાનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે.
  • અમદાવાદના એક ભાવિકે કાળિયા ઠાકર પ્રત્યે અતૂટ શ્રધ્ધા વ્યકત કરી
દ્વારકા ખાતે ભારત સહિત વિદેશમાંથી પણ ભાવિકો શિશ ઝુકાવવા માટે આવે છે અને પોતાની માનતા આસ્થાભેર પૂર્ણ કરે છે. ત્યારે દ્વારકાધિશના પરમભકત અને અમદાવાદમાં ઓઈલમીલના ધંધા સાથે સંકળાયેલા પટેલ પરિવારના મુખ્ય દાતા ભુમિકાબેન પટેલ દ્વારા આજે ભગવાન દ્વારકાધિશને ૧૦૮ તોલા સોનુ અને ચાંદીના કિંમતી આભુષણો અર્પણ કરવામાં આવ્યા હતા. ભૂમિકાબેનની સાથે ઘનશ્યામભાઈ અને પ્રમોદભાઈ પટેલ સાથે રહ્યા હતા. તેઓએ દ્વારકા ખાતેના પોતાના ગોર વિમલભાઈ ગોર મારફત જગતમંદિરમાં દાગીના ચડાવ્યા હતા. આ દાગીનાઓમાં સોનાનો મોર મુગટ, સોનાના બે બાજુબંધ, સોનાનો એક હાર, સોનાના કુંડલ સેટ, સોનાની વીટી તથા ચાંદીના પાદુકાનો સમાવેશ થાય છે. અમદાવાદના મહિલાએ આજે કાળીયાઠાકુરના ચરણોમાં સોનાના દાગીના ધરી કાળીયા ઠાકુર પ્રત્યેની અતુટ શ્રધ્ધા અને સમર્પણભાવનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

SOURCE: http://www.oursurat.com/news/redirect/દ્વારકાધિશના-ચરણોમાં-ધર્યા-૧૦૮-તોલા-સોનાના-દાગીના/1004367

No comments: