5/09/2012

દર મહિને બચત કરીને ગોલ્ડ ને ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકાશે


12 April 2012

સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય માણસ માટે સોનું તેમ જ ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ગ્રાહકો સરળતાથી ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકે એ માટે જ્વેલરીનું ઉત્પાદન કરતા અગ્રણી ગીતાંજલિ ગ્રુપે સ્વર્ણ મંગલ અને શગુન સ્કીમ લૉન્ચ કરી છે. શગુન જ્વેલરી સેવિંગ સ્કીમમાં ગ્રાહકે અમુક ચોક્કસ સમયગાળા માટે દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરવાનું હોય છે. મન્થ્લી રોકાણનો સમયગાળો ૧૨, ૨૪ અથવા ૩૬ મહિનાનો હશે. રોકાણની સમયમર્યાદા પૂરી થાય ત્યારે એમાંથી ગોલ્ડ અથવા ડાયમન્ડ જ્વેલરી ખરીદી શકાશે. ગીતાંજલિ ગ્રુપ વિવિધ સમયમર્યાદા પ્રમાણે મહત્તમ નવ માસિક હપ્તા બોનસ તરીકે આપશે.

સ્વર્ણ મંગલ સ્કીમ
સ્વર્ણ મંગલ ગોલ્ડ પ્રાઇસ પ્રોટેક્શન સ્કીમ છે. આ સ્કીમમાં ગ્રાહકે દર મહિને ૧૦૦૦થી ૪૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ જમા કરાવવી પડશે. ગીતાંજલિ ગ્રુપ આ રકમનું સોનું દર મહિને ખરીદશે. આ સ્કીમનો સમયગાળો ૬, ૧૨ અને ૨૪ મહિનાનો છે. મુદત પૂરી થાય એટલે એકઠું થયેલું બધું જ સોનું ગ્રાહક રિડીમ કરી શકશે અને એના બદલામાં ગોલ્ડ જ્વેલરી ખરીદી શકશે. કસ્ટમર્સને મેકિંગ ચાર્જિસ પર ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

SOURCE: http://www.gujaratimidday.com/mumbai-local/mumbai-local/gitanjali-group-introduces-new-jewelry-savings-plans-2

No comments: